વિગથી ટાલ છુપાવનારા પતિ સામે પત્નીએ કેસ કર્યો
મુંબઈ: ટાલ પડવી એક એવી બીમારી છે, જેના વિશે વિચાર કરતાં જ લોકો તણાવમાં આવી જાય છે. સામાન્ય રીતે ફિલ્મોમાં જોવા મળતું હોય છે કે ટાલવાળી વ્યક્તિઓને લગ્ન કરવામાં મુશ્કેલી પડે છે. આવામાં ટાલવાળા લોકો જુગાડ લગાવીને પોતાના માથાની ટાલની સારવાર કરાવી લે છે. તેમાં કેટલાક સફળ થાય છે તો કેટલાક નિષ્ફળ. આવો જ એક યુવક મુંબઈમાં છે. ૨૭ વર્ષીય એક યુવક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેની પત્નીએ તેની વિરુદ્ધ અજબ પ્રકારનો ફરિયાદ નોંધાવી છે.
૨૯ વર્ષીય આ યુવક મુંબઈમાં એક પ્રાઇવેટ ફર્મમાં કામ કરે છે.
તેના જણાવ્યા મુજબ તેનો પતિ ટાલવાળો છે. તે વિગ પહેરે છે. લગ્ન પહેલા તેણે તેનાથી આ વાત છુપાવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ૨૯ વર્ષીય આ યુવક મુંબઈમાં એક પ્રાઇવેટ ફર્મમાં કામ કરે છે.
તેની પત્નીએ તેની વિરુદ્ધ કેસ નોંધાવી દીધો છે. ત્યારબાદ તેણે કોર્ટમાં પોતાના માટે જામીન અરજી કરી, પરંતુ કોર્ટે તેને પોતાની જાતને પોલીસને હવાલે કરી દેવાના નિર્દેશ આપ્યા છે. પત્નીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેને લગ્ન બાદ જાણવા મળ્યું કે તેના પતિને ટાલ છે.
પતિને ટાલ છે એવી જાણકારી હોત તો તે ક્યારેય તેની સાથે લગ્ન ન કરતી
તેને જ્યારે આ બાબતની જાણ થઇ તો તે આઘાતમાં સરી ગઈ. તેનું કહેવું છે કે તેના પતિએ લગ્ન પહેલા તેનાથી આ વાત છુપાવી હતી. નોંધનીય છે કે બંનેના થોડા સમય પહેલા જ લગ્ન થયા છે. બીજી તરફ પત્નીએ ફરિયાદમાં એવું પણ કહ્યું છે કે તેને લગ્ન પહેલા થનારા પતિને ટાલ છે એવી જાણકારી હોત તો તે ક્યારેય તેની સાથે લગ્ન ન કરતી. પત્નીએ વધુમાં જણાવ્યું કે, સાસરિયા તરફથી તેને કહેવામાં આવ્યું છે કે તે કોઈ મોટી વાત નથી.
વર્ષ ૨૦૧૯માં જ રજૂ થયેલી હિન્દી ફિલ્મ બાલાની કથાવસ્તુ કંઈક આવા જ પ્રકારની છે.
જોકે મહિલાએ પોતાના પતિની વિરુદ્ધ છેતરપિંડી અને માનહાનિનો કેસ નોંધાવી દીધો છે. વર્ષ ૨૦૧૯માં જ રજૂ થયેલી હિન્દી ફિલ્મ બાલાની કથાવસ્તુ કંઈક આવા જ પ્રકારની છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મમાં આયુષ્માન યામીથી પોતે ટાલવાળો હોવાની વાત છુપાવે છે. લગ્નના બીજા દિવસે જ યામીને સાચી હકીકત જાણતાં પોતાના પિયર જતી રહે છે. અને અંતે કેસ કોર્ટમાં પહોંચે છે અને અંતે કોર્ટ યામીની છૂટાછેડાની અરજીને ગ્રાહ્ય રાખે છે.