Western Times News

Gujarati News

વિઘ્નહર્તા ગણપતિ ઉત્સવને પણ કોરોનાનું વિઘ્ન નડ્યું

અમદાવાદ: કોરોના કાળમાં ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે. ત્યારે ભક્તોમાં ક્યાંકને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે જે ઉત્સાહ દર વર્ષે જોવા મળે છે તે ભકતો અને વેપારીઓમાં આ વર્ષે નથી. વેપારી મૂર્તિકારો ગણેશ ઉત્સવની સિઝનમાં આખા વર્ષનું કમાઈ લેતા હોય છે પરંતુ આ વખતે તેમની આવક ૪૦ ટકા જ રહી ગઈ છે.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો


દર વખતે તેઓ વિશાળકાય મોટી મૂર્તિઓ પણ બનાવતા હોય છે પરંતુ આ વખતે કોરોના ગાઇડલાઇન પ્રમાણે તેમને બેથી અઢી ફૂટની જ મૂર્તિઓ બનાવી છે મોટી મૂર્તિઓ બનાવી નથી.તેથી આવક પણ તેમની ઓછી થવાની છે અને લોકો પણ આ વખતે મૂર્તિને ખરીદી ઓછી કરી રહ્યા છે પરિણામે તેમના ધંધા પર ૬૦% માર પડી છે. બંગાળનાં મૂર્તિકારો અમદાવાદમાં આવી ગયા છે.

બંગાળી કારીગર દર વર્ષે મૂર્તિનાં વ્યવસાય માટે અમદાવાદ આવે છે. બંગાળી મૂર્તિકાર કે પી બંગાળી જણાવે છે કે તેમણે આ વખતે માટીની મૂર્તિઓ તૈયાર કરી છે અને તે પણ સરકારી ગાઈડલાઈન્સ મુજબ માટીની. અને તે પણ બે થી અઢી ફૂટ સાઇઝની જ. તો આયોજકો પણ આ વખતે સાદગીપૂર્ણ રીતે ગણેશ ઉત્સવ ઉજવાશે એવું જણાવી રહ્યા છે.
પોતાના વિસ્તારમાં જ કે ઘરમાં જ ગણપતિનું વિસર્જન પણ કરવામાં આવશે તો કેટલીક જગ્યાએ જાહેર જનતાને ઓનલાઇન ગણપતિ દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.