વિજયનગરના ખેરવાડા નજીક ભેખડો ધસી પડી અને વિજપોલ પણ આડો થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Jeet1.jpg)
તસવીરઃ જીત ત્રિવેદી, ભિલોડા
(પ્રતિનિધિ)ભિલોડા, સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકામાં રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદના કારણે ભેખડો ધસી પડી ખેરવાડા નજીક વળાંક વાળા રોડ ઉપર અચાનક ડુંગરની ભેખડો ધસી પડતાં વાહનો ચાલકો ભારે મુંઝવણમાં મુકાયા હતા.
ઈડર તરફ જતાં રોડ સાઈડમાં ભેખડો ધસી પડતાં આ ધોરીમાર્ગ પર થી અવર જવર કરતાં વાહનો ચાલકોને મુશ્કેલી ઉભી થાય છે.
વાહન ચાલકો ને કાળજીપૂર્વક વાહનો ત્યાં થઈ ને પસાર કરવા પડતાં હતા.આ સ્થિતિ ને કારણે અને માટીના ઢગ રોડ ઉપર પથરાઈ જવાના કે આખી રોડ સાઈડ ઢંકાઈ જતા અને વળાંક હોવાથી અચાનક અજાણ્યા વાહન ચાલકોને અકસ્માત સર્જાવાનો ભય તોળાઈ રહ્યો છે.
માટી સાથે વિજપોલ પણ આડો થયો છે અને પથ્થર ધસી પડવાની ભીતિ પણ રહેલી હોય છે.મોટી દૂર ઘટના સર્જાય તેવી શક્યતા છે.આ બાબતે વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ ગંભીરતા દાખવે અને માટી હટાવે એવી માંગ વાહન ચાલકો અને રાહદારીઓ કરી રહ્યા.