વિજયનગરમાં નિશુલ્ક સોનોગ્રાફી કેમ્પમાં ૩૫ મહિલાઓનું નિદાન કરાયું
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ સગર્ભા સોનોગ્રાફી કેમ્પ ૩ થી ૮ મહિના સુધીની સગર્ભાઓ માટે નિઃશુલ્ક સોનોગ્રાફી કેમ્પ આજરોજ સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચા દ્વારા વિજયનગર તાલુકાનો સગર્ભા સોનોગ્રાફી કેમ્પ શહેરની વરદાન હોસ્પિટલમાં યોજાયો હતો.
કેમ્પમાં ૩૫ બહેનોનું નિદાન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં જિલ્લા મહિલા મોરચા પ્રભારી અને જિલ્લા મંત્રી, પ્રભારી પ્રિયંકા ખરાડી, જિલ્લા મહિલા મોરચા મંત્રી સૂર્યાબેન ભટ્ટ, સંગઠન પ્રમુખ મયુરભાઈ શાહ, વિધાનસભા સોશિયલ મીડિયા સહઇન્ચાર્જ મૌલિક દરજી મહિલા મોરચા પ્રમુખ રાધાબેન બારોટ, તથા તમામ મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહી હતી.
તાલુકા આરોગ્ય અધિકારી.ડૉ. એસ.એમ.ચૌહાણ, સી.એચ. ઓ પ્રિયંકાબેન બરંડા, આશાવર્કરો,સર્વ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા.