વિજયનગર તાલુકામાં 5.16 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
દારૂની હેરાફેરી કરતા બે વાહનો મળી કુલ રૂ ૧૬ લાખનો મુદ્દામાલ કબજે ઃ ત્રણ આરોપીઓ ફરાર
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) વિજયનગર તાલુકામાં એક દિવસમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે તાલુકાના કેલાવા અને પાડેલા પાસેથી રૂ ૫.૧૬ લાખનો ૪૪૧૨ બોટલ વિદેશી દારૂ ઝડપી લઈને એક વાહનમાંથી એકની અટકાયત કરવા સાથે દારૂ ભરી આપનાર સહિત ૪ આરોપીઓ સામે પ્રોહી.નો ગુનો નોધી દારૂની હેરાફેરી કરતા બે વાહનો મળી કુલ રૂ ૧૬ લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર એક સહિત ત્રણ આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
પડોશી રાજ્ય રાજસ્થાનમાથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાની ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે વિજયનગર પોસઇ વાય.બી.બારોટે વાહન ચેકિંગ સઘન બનાવતા આજે એક દિવસમાં બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.
જેમાં કાલવણ ઓપી હેઠળના કેલાવા ચોકડી નજીક બોલેરો પીક આપે ડાલું ઝડપી લઇ એમાંથી રૂ ૩.૮૭ લાખનો ૩૬૭૨ બોટલ વિદેશી દારૂ કબજે લીધો હતો અને રૂ ૪ લાખના વાહન સાથે. રૂ ૭.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે ગાડી સાથેનો આરોપી ફરાર થઈ ગયો હતો.
જ્યારે વિજયનગર તાલુકામાં પાડેલા જતા રોડ ઉપર ઇકો સ્પોટ ગાડીની જડતી લેતા તેમાંથી રૂ ૧.૨૯ લાખનો ૭૪૦ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા દારૂ અને રૂ ૭ લાખની ઇકો સ્પોટ ગાડી મળી રૂ ૮.૨૯ ના મુદ્દામાલ સાથે ગાડી સાથનો આરોપી કિરણ ઉર્ફે બાદશાહ નગજી ડામોર(રહે હક્લાલ તા.જિ.ઉદેપુર-રાજસ્થાન)ઝડપાઈ ગયો હતો
જ્યારે એની સાથેનો આરોપી આશિષ ઉર્ફે નરેશ રામેશ્વર અસોડા (રહે- પાટિયા-રાજસ્થાન) ફરાર થઈ ગયો જ્યારે. દારૂનો જથ્થો ભરી આપનાર. રાજસ્થાનના પાટિયાનો આરોપી રામેશ્વર અસોડા સહિત. ત્રણ આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.ની ગુનો નોધીને આ બે આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.