વિજયનગર તાલુકા આશ્રમ કુંડલા કંપા કક્ષાનો પશુપાલન શિબિર યોજાઈ
ભિલોડા: સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાનો તાલુકા કક્ષાનો પશુપાલન શિબિર યોજાઈ હતી.પશુ દવાખાના વિજયનગર ડોક્ટર. પી.એસ.બારા દ્વારા આશ્રમ કુંડલા કંપા માર્કેડઆર્ટ ખાતે રાખવામાં આવેલ જેમાં દીપ પ્રગટાવી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ડોક્ટર.જે.બી.પટેલ – સાબરકાંઠા નાયબ પશુપાલન નિયામક,વિજયનગર મામલતદાર પી.જી.ચૌહાણ,તાલુકા વિકાસ અધિકારી પી.સી.સુમેરા,જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઇ ડોન,વિજયનગર તાલુકાના અગ્રણી નટવરસિંહ ભાટી તેમજ પશુ પાલકો મહિલા મોટી સંખ્યમાં આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા જેમાં પશુ માવજાત, પશુ પોષણ,પશુ આરોગ્ય,પશુ સંવર્ધન,પશુધન ટેકનોલોજી પશુપાલન ની વિવિધ યોજનાઓ વિશે ની માહિતી આપી સમગ્ર શિબિરનું સંચાલન ડો.પી.એસ.બારા, વિજયનગરના તમામ પશુપાલન પરિવાર દ્વારા કરવામાં આવ્યું તેમજ શિબિરમાં એકરિંગ કિરીટ એસ.બારા દ્વારા કરવામાં આવ્યું