વિજયાદશમી અને વાયુસેના દિવસ પર ભારતને મળ્યું પહેલું રાફેલ ફાયટર જેટ
નવી દિલ્હી, ફ્રાંસે ભારતને RB 001 પહેલું રાફેલ વિમાન સોંપ્યું છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે વિમાન સોંપ્યા બાદ સસ્ત્ર પૂજા કરી. આ દરમિયાન વિમાન પર ઓમ લખ્યું.
આજે વિજયાદશમીના પવિત્ર દિવસે ભારતીય વાયુસેનાને પહેરૂ રાફેલ વિમાન મળવાનુ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ વિમાનની ડિલિવરી લેવા માટે ફ્રાન્સ પહોંચી ચુક્યા છે. તેઓ રાફેલ વિમાન અને બીજા હથિયારોની ફ્રાન્સમાં દશેરા નિમિત્તે શસ્ત્રપૂજા પણ કરવાના છે. વાયુસેના ચીફ સહિતના સંરક્ષણ નિષ્ણાતો કહી ચુક્યા છે કે, એક વખત રાફેલ ભારતીય વાયુસેનામાં સામેલ થશે તે પછી તે બાલોકોટ જેવી એર સ્ટ્રાઈક માટે અને પાકિસ્તાન સામે યુધ્ધ જેવી સ્થિતિ ઉભી થાય તો ગેમ ચેન્જર સાબિત થશે.
રાફેલ બે એન્જિનવાળુ ફાઈટર પ્લેન છે. જેનુ નિર્માણ ફ્રાન્સની ડસોલ્ટ કંપનીએ કર્યુ છે. આ જ કંપનીએ મિરાજ 2000 વિમાનો પણ બનાવ્યા છે. જે ભારતીય વાયુસેનામાં સામેલ છે અને આજે પણ સેવા આપી રહ્યા છે.