વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના આ વર્ષે જ પરણી જશે?
મુંબઈ, છેલ્લા ઘણા સમયથી એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની ખબરો ઉડી રહી છે. બંને એકબીજાના પ્રેમમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રસપ્રદ રીતે, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ખૂબ જલ્દી બોલિવુડમાં ડેબ્યૂ કરવાના છે અને તેઓ મુંબઈ સ્થાયી થયા છે.
રિપોર્ટ્સ સૂચવે છે કે, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના આ વર્ષના અંતમાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેઓ કપલે તેમના રોમાન્સ અંગે મૌન સેવીને રાખ્યું છે.
વિજય દેવરકોંડા હાલ તેની બોલિવુડ ડેબ્યૂ લાઈગરનું મુંબઈમાં શૂટિંગ કરી રહ્યો છે અને તેની લેડી લવ રશ્મિકા મંદાના પણ મુંબઈ સ્થિત અપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ છે. લવબર્ડ્સ હાલ સપનાઓના શહેર’માં છે અને તેમણે ગોવામાં ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું. પુષ્પાઃ ધ રાઈસ એક્ટ્રેસ પણ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ ‘મિશન મજનૂ’થી બોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે.
લગ્ન અંગે પોતાના વિચાર રજૂ કરતાં ૨૫ વર્ષીય એક્ટ્કેસે એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું કે, લગ્ન માટે તેની ઉંમર ઘણી નાની છે. તે ખરેખર લગ્ન વિશે વિચારતી નથી પરંતુ તેને લાગે છે કે દરેકે તેવા વ્યક્તિ સાથે હોવું જાેઈએ, જે તેમને કમ્ફર્ટેબલ ફીલ કરાવે. અગાઉ જ્યારે રશ્મિકા મંદાનાને વિજય દેવરકોંડાને તે ડેટ કરી રહી હોવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, તે આવા સવાલોથી થાકી ગઈ છે.
તેને લાગે છે કે, આ બધું એક એક્ટરના જીવનનો ભાગ હોય છે. તેથી તે આવી વાતો પર રિએક્ટ કરતી નથી. મિશન મજનૂ સિવાય, રશ્મિકા મંદાના પાસે અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ પણ છે. વિકાસ બહેલની ફિલ્મ ‘ગુડ બાય’માં તે દેખાવાની છે, જેમાં નીના ગુપ્તા પણ મહત્વના રોલમાં છે. તો વિજય દેવરકોંડા અનન્યા પાંડે સાથે ‘લાઈગર’માં રોમાન્સ કરતો દેખાશે.SSS