વિજય માલ્યાને લંડનનું ઘર ખાલી કરવા માટેની નોટિસ

લંડન, ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના લંડન ખાતેના આલિશાન મકાન પર પણ હવે સ્વિસ બેન્કનો કબ્જાે થઈ જશે.
તાજેતરમાં જ માલ્યાને આ ઘર ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.તેની સામે માલ્યાએ કોર્ટમાં સ્ટે માટે અરજી કરી હતી.જાેકે બ્રિટિશ કોર્ટે આ પિટિશન ફગાવી દીધી છે.આમ માલ્યાને આ ઘર ખાલી કરવુ પડશે.
જાેકે ભારતને તેનાથી કોઈ ફાયદો નહીં થાય.કારણકે આ ઘર માટે સ્વિસ બેન્ક યુબીએસ દાવો કરી રહી હતી. માલ્યા સાથે આ માટે બેન્કનો કાયદાકીય વિવાદ ચાલી રહ્યો હતો.હવે આ ઘર સ્વિસ બેન્કના હાથમાં જતુ રહેશે.જે વેચીને બેન્ક પોતાની બાકી રકમ વસુલ કરશે.
માલ્યા પર ભારતની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિતની બેન્કોનુ ૯૯૦૦ કરોડ રુપિયાનુ દેવુ હતુ.આ લોન માલ્યાને કિંગફિશર એરલાઈન્સ માટે આપવામાં આવી હતી. હાલમાં માલ્યા જામીન પર બહાર છે.સ્ટેટ બેન્ક સહિત ભારતીય બેન્કોએ અત્યાર સુધીમાં માલ્યા પાસેથી ૭૦૦૦ કરોડ રુપિયા કરતા વધારે રકમ વસુલ કરી છે.આમ બેન્કો પોતાની લોનની ૮૧ ટકા રકમ વસુલ કરી ચુકી છે.SSS