વિજય વર્માએ ઉતારી કો-એક્ટ્રેસ કરીના કપૂરની નકલ

મુંબઈ, કરીના કપૂર ખાન સુજાેય ઘોષના આગામી પ્રોજેક્ટ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટમાં કરીના સાથે એક્ટર વિજય વર્મા પણ જાેવા મળશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ પ્રોજેક્ટને હાલ ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ નામ આપવામાં આવ્યું છે.
સોમવારે વિજય વર્માએ ઈન્સ્ટાગ્રામ પર કો-એક્ટર કરીના કપૂર સાથે એક વિડીયો શેર કર્યો છે. જેમાં વિજય ફિલ્મ કભી ખુશી કભી ગમમાંથી કરીનાના ફેમસ પાત્ર પૂની નકલ કરતો જાેવા મળે છે. વિજયે નકલ ઊતાર્યા બાદ કરીના કપૂરનું રિએક્શન પણ જાેવા જેવું હતું. વિડીયોમાં વિજય પૂનો ફેમસ ડાયલોગ વો કૌન હૈ જિસને દુબારા મુજે મૂડકે નહીં દેખા..હુ ઈઝ શી બોલતો જાેવા મળે છે.
કરીના આશ્ચર્યચકિત થઈ હોય તેવું રિએક્શન આપતી જાેવા મળે છે. વિડીયો શેર કરતાં વિજયે લખ્યું, એકમાત્ર ગેગ જે હું કરીના કપૂર ખાન, એકમાત્ર પૂ સાથે કરવા માગતો હતો. ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સના બિહાઈન્ડ ધી સીનમાંથી. વિજયે આ વિડીયો શેર કરતાં જ ફેન્સ અને સેલેબ્સ કોમેન્ટ કરવા લાગ્યા.
એક્ટ્રેસ કુબ્રા સૈતે લખ્યું, હાહાહાહાહા. જ્યારે ડાન્સર રાઘવ જુયાલે પણ ‘હાહાહા’ લખીને પ્રતિક્રિયા આપી છે. એક ફેને લખ્યું, OMG એકદમ ક્યૂટ.
અન્ય એક ફેને કહ્યું, ‘તમને બંનેને વધુ જાેવા માટે ઉત્સુક છું. અગાઉ એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં વિજય વર્માએ કરીના કપૂર સાથે કામ કરવા માટે ઉત્સાહિત હોવાનું જણાવ્યું હતું. હું ખૂબ ખુશ છું કે આખરે આ પ્રોજેક્ટની જાહેરાત થઈ ગઈ છે.
હું દુનિયાને આ વિશે જણાવવા માગતો હતો કારણકે માત્ર સ્ક્રીપ્ટ જ નહીં અમારી આખી ટીમ શાનદાર છે. ડાયરેક્ટર તરીકે સુજાેય ઘોષ છે એ પોતાનામાં જ એક ગર્વની વાત છે ઉપરાંત કરીના કપૂર ખાન સાથે સ્ક્રીન શેર કરીશ તેનો પણ અનેરો ઉત્સાહ છે.SSS