વિજય સાથે નવી ફિલ્મમાં અનન્યા પાન્ડે નજરે પડશે
મુંબઇ, સ્ટુડન્ટ ઓફ દ યર-૨ માટે બેસ્ટ ડેબ્યુનો એવોર્ડ જીતી ચુકેલી અભિનેત્રી અનન્યા પાંડે હવે એક્શન ટ્રેક ફાઇટર નામની ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મને લઇને તે જોરદાર તૈયારી કરી ચુકી છે. તેલુગુ અભિનેતા વિજય દેવેરાકોન્ડાની આ ફિલ્મ સાથે એન્ટ્રી થઇ રહી છે. અનન્યા પાંડેનું કહેવું છે કે, વિજય શાનદાર અભિનેતા પૈકીનો એક તરીકે છે. તેનું કહેવું છે કે, તે માર્શલ આર્ટ માટેની ટ્રેનિંગ લેવા માટે થાઇલેન્ડ જઈ રહી છે. જો કે, ૨૧ વર્ષીય અભિનેત્રીએ એક્શન ફિલ્મમાં કામ કરવાને લઇને ખુશી વ્યક્ત કરી છે. હવે અર્જુન રેડ્ડી ફિલ્મના અભિનેતા સાથે કામ કરીને ખુશ છે.
કબીરસિંહ નામની ફિલ્મ ગયા વર્ષે અર્જુન રેડ્ડીની રિમેક પર બની હતી જે બોક્સ ઓફિસ પર જોરદાર રીતે સફળ રહી હતી. વિજય સાથે ફિલ્મને લઇને કોઇ વાતચીત થઇ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા અનન્યાએ કહ્યું હતું કે, વાતચીત થઇ ચુકી છે. હાલમાં તે અન્ય ફિલ્મમાં કામ કરી રહી છે જેમાં ઇશાન ખટ્ટર સાથેની ફિલ્મ ખાલીપીલીનો સમાવેશ થાય છે. ત્યારબાદ તે માર્ચ મહિનામાં સકુન બત્રાની ફિલ્મમાં નજરે પડશે. આ ફિલ્મમાં દિપીકા અને સિદ્ધાંત ચતુર્વેદી પણ કામ કરનાર છે. અનન્યા પાંડેનું કહેવું છે કે, બેસ્ટ ડેબ્યુ માટેનો એવોર્ડ જીતી લીધા બાદ તે ખુબ જ ખુશ છે. ચંકી પાંડેની પુત્રી બોલીવુડમાં જોરદાર રીતે એન્ટ્રી કરી ચુકી છે. ૧૫મી ફેબ્રુઆરીના દિવસે ગુવાહાટીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તે ફિલ્મ ફેરનો એવોર્ડ જીતી ગઈ હતી. હાલમાં તેની પાસે અનેક ફિલ્મો આવી ચુકી છે. દિપીકા પાદુકોણ સાથે પણ એક ફિલ્મ કરી રહી છે. આ ઉપરાંત વિજય સાથેની તેની ફિલ્મ જારદાર ચર્ચા જગાવે તેવી શક્યતા છે.