વિજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં સર્વત્ર વરસાદ
સુરત,વડોદરા, રાજકોટ, આણંદ, ડાકોર સિધ્ધપુર, ચાણસ્મા, તથા
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગુજરાતમાં મેઘરાજાના આગમન સાથે ખેડૂતના ચહેરા પર ખુશી ઉપજી છે. વાવણી લાયક વરસાદ હોવાને કારણે ખેડૂતોએ વાવણી પણ શરૂ કરી દીધી છે.
સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે સાથે વરસાદની આગાહી કરવામાં આવીછે. આજે કચ્છ સિવાય સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદના ઝાપટા પડી રહયા સમાચાર છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ લોકોએ ગરમીમાં રાહત મેળવી ગુજરાતના અનેક જીલ્લાઓમાં છુટો-છવાયો વરસાદ વરસી રહયો છે.
શહેરમાં સવારે વરસાદે ઝાપટુ નાંખતા લોકે ઉકળામાંથી રાહત અનુભવી રહયા છે. આકાશ વાદળથી ઘેરાયેલું છે. અને હવામાન ખાતાની આગાહી મુજબ શહેરમાં મધ્યથી ભારે વરસાદ પડશે. પ્રિ-મોન્સુન પ્લાન સદંતર નિષ્ફળ ગયો છે. ઠેર-ઠેર નીચાણવાળા ભાગમાં પાણી ભરાયાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. જમીન પોચી પડી જવાને કારણે ઘણે ઠેકાણે નાના-મોટા ભુવા પડયા છે.
તથા વૃક્ષો પડવાની માહીતી મળી છે. મેયર બીજલ પટેલે શહેરમાં પાણી ભરાવા અંગે વિવાદાસ્પદ નિવેદન કરતાં જણાવ્યું કે પાણી કયાં નથી ભરાતો મુંબઈ હોય કે દિલ્હી, રાજસ્થાન હોય કે મધ્યભારત- તેમ છતાં પાણીનો જલ્દી નિકાલ થાય તે માટે તંત્ર યુદ્ધને ધોરણે કામ કરી રહયું છે, પરંતુદર વર્ષે પ્રિ-મોન્સુન પ્લાન બનાવવા છતાં દર વર્ષે નકકી જગ્યામાં કેમ પાણી ભરાય છે ? તેનો ઉત્તર મેયર પાસે નથી. સૌરાષ્ટ્ર અનેક શહેરોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહયો છે,
તેમજ દક્ષિણગુજરાત સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળે છે. ભારે પવન સાથે વરસાદ વરસતા, રાજયમાં ઘણે ઠેકાણે વૃક્ષો તૂટી પડવાના સમાચાર છે. ઉત્તરગુજરાતના પાટણ, પંચમહાલના શહેરા,જંબુસર, ખેડબ્રહ્મા, દાહોદ, ચાણસ્મા, સિધ્ધપુર, તથા યાત્રાના ધામ ડાકોરમાં હાલ વરસાદ વરસી રહયો હોવાના સમાચારો વડોદરાતથા આજુબાજુના વિસ્તારોમાં અવારનવાર વરસાદના ઝાપટા પડી રહયાના સમાચાર છે.
ઘણે ઠેકાણે વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રીથઈ છે. અત્યારે મહેસાણામાં ધીમી ધારે વરસાદ વરસી રહયો છે. રાજયમાં સર્વત્ર વરસાદ વરસતા લોકો રાહતની લાગણી અનુભવી રહયા છે.