વિજળી કાપને લઇ ધોનીની પત્નીએ સરકારની પોલ ખોલી
રાંચી, ઝારખંડમાં આગામી કેટલાક મહીનાઓમાં વિધાનસભા ચુંટણી થનાર છે આ દરમિયાન મુખ્યમંત્રી રધુવર દાસ દિવસ રાત પ્રદેશમાં થયેલ વિકાસ કાર્યોના પ્રચાર પ્રસારમાં લાગ્યા છે જેમાં શહેરી ક્ષેત્રોમાં ૨૪ કલાક વિજળી કાપ વિના પુરવઠો પણ સામેલ છે. પરંતુ તેમના આ દાવાની પોલ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીએ ખોલી દીધી છે.
સાક્ષી ધોનીએ વિજળી કાપથી પરેશાન થઇ ટ્વીટ કર્યું કે રાંચીમાં લોકો પ્રત્યેક દિવસે વિજળી કાપનો અનુભવ કરે છે.આ રેંજ ચારથી સાત કલાકની હોય છે સાક્ષીએ પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે પાંચ કલાકથી વિજળી ન હોવાનું કોઇ કારણ નથી હવામાન સારૂ છે અને કોઇ તહેવાર નથી. પોતાના આ ટ્વીટમાં તેણે લખ્યું છે કે મને આશા છે કે આ સમસ્યા સંબંધિત અધિકારીઓ દ્વારા આ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવશે એ યાદ રહે કે રાંચી શહેરમાં અવારનવાર થઇ રહેલ વિજળી કાપથી શહેરવાસી પરેશાન છે આવનારી ચુંટણીઓમાં વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે.