વિજિલન્સની ટીમે DGVCLના અધિકારીઓ સાથે કોસાડ આવાસમાં ચેકીંગ કર્યુ
કોસાડ આવાસમાં વીજ ચોરીની ફરિયાદને પગલે પોલીસ પ્રોટેક્શન સાથે ચેકીંગ હાથ ધરાઈ
સુરત, શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ મનપાના કોસાડ આવાસમાં છેલ્લા કેટલાક સમયથી વીજ ચોરી થવાની તેમજ કેટલીક જગ્યા ગેરકાયદે વીજ ચોરી કરી કનેક્શન આપવામાં આવતું હોવાની ફરિયાદો મળી રહી હતી
જેને પગલે આજે સવારે વિજિલન્સની ટીમ સાથે ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા આખા કોસાડ આવાસમાં ચેકીંગ હાથ ધરવામાં આવી હતી તેમજ મીટરોની પણ ચેકીંગ કરવાં આવી હતી ત્યારે સ્થળ પર સ્થાનિકો ભેગા થઇ ગયા હતા એટલુંજ નહીં અધિકારીઓ ચેકીંગ કરવા માટે પોલીસ પ્રોટેક્શન રાખીને ગયા હતા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડીજીવીસીએલના અધિકરીઓએ જણાવ્યું હતું કે કોસાડ આવાસની બિલ્ડીંગોમાં વીજ ચોરી કરવામાં આવતી હોવા બાબતે વિજિલન્સને ફરિયાદો મળી હતી જેથી આજે સવારે વિજિલન્સની સ્કોડ સાથે ડીજીવીસીએલની ટીમ કોસાડ આવાસ ખાતે ચેકીંગ કરવા માટે ગઈ હતી.
વધુમાં સૂત્રો દવારા જાણવા મળ્યું હતું કે કોસાડ આવાસની કેટલીક બિલ્ડીંગોમાં અસામાજિક તત્વો દ્વારા વીજ ચોરી કરી તેમજ ગેરકાયદે વીજ કનેક્શનો આપવામાં આવી રહ્યું હતું,આવા નેટવર્ક કેટલાક અસામાજિક તત્વો દ્વારા ચલાવવામાં આવતો હોવાને લીધે ડીજીવીસીએલના અધિકારો ત્યાં એકલા જવા માટે અચકાઈ રહ્યા હતા તેથી પોલીસ પ્રોટેક્શન સાથે આજે અધિકારીઓ ચેકીંગ કરવામાં માટે પહોંચ્યા હતા અને જુદા જુદા મીટરો ચેક કરવામાં આવ્યા હતા કેટલી વીજ ચોરી થઇ છે એ બાબતે ચેકીંગ બાદ સ્પષ્ટ થશે.