વિજ્ઞાન સંસ્થાની તાલીમથી ધનસુરાના ૫૦ વિદ્યાર્થીઓએ રોકેટ બનાવીને ઉડાડ્યા
ધનસુરા, વિક્રમ એ.સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર, અમદાવાદના તજજ્ઞોની ટીમ દ્વારા ધનસુરા તાલુકાની કેનપુરકંપા પ્રાથમિક શાળા ધનસુરામાં મોડેલ રોકેટરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન, મોડેલ રોકેટ, તથા રોકેટના ભોગો વિશેની સમજૂતી અને જુદા જુદા ઉપગ્રહ પ્રસારમી સમજૂતી આપવામાં આવી હતી તેમજ મોડેલ રોકેટરી પ્રવૃત્તિથી, રોકેટ બનાવવું,
રોકેટ ઉડ્ડયનના અને ન્યુટનનાં૦ ગતિના સિદ્ધાંતોની સમજ આપવામાં આવી હતી. જે દરમ્યાન આશરે ૫૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રોકેટ બનાવી તેને ઉડાડવામાં આવ્યાં હતાં.
વિક્રમ એ.સારાભાઈ કમ્યૂનિટી સાયન્સ સેન્ટર (વીએસસીએસસી) છેલ્લાં ૫૦ વર્ષાેથી વિજ્ઞાન અને ગણિત જેવા અઘરા લાગતા વિષયોની ઉત્કંઠા પોષવાનો તેમજ આ વિષયોના રમૂજી અને ગૂઢ તત્ત્વોને વિદ્યાર્થી સમક્ષ ઊભો કરવાનો છે. આ કાર્યક્રમના અંતર્ગત કેનપુરકંપા પ્રાથમિક શાળાને વિક્રમ એ.સારાભાઈ કમ્યૂનિટી સાયન્સ સેન્ટર તથા દિગ્ગજ કંપની કોસ્ટવેઈન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા મોડેલ રોકેટરી લોન્ચર ભેટ તરીકે આપવામાં આવ્યું હતું.
જેથી તેનો ઉપયોગ કરી આવનાર સમયમાં રોકેટ ઉડ્ડયનો કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીમાં અવકાશ વિજ્ઞાન, રોકેટ વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજીની સમજણ કેળવાશે. આ કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર સાયન્ટીસ્ટ વીપીન પટેલ, રુબુલ બોરાહ, જીલ પટેલ અને કેનપુરકંપા સ્કુલ કો-ઓર્ડીનેટર પંકજ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
તેમજ શાળાનાં આચાર્ય સુમનભાઈ પટેલે ટીમનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ પારુલબેન પટેલ, ભાવનાબેન પટેલ, ઉન્નતિબેન પંડ્યાએ પુષ્પગુચ્છ અને પેન આપી આવકાર્યા હતા અને આભાર વ્યક્ત કર્યાે હતો. વિદ્યાર્થીઓમાં પણ સ્વનિર્મિત રોકેટ બનાવવાનો એક અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો તેમજ વિજ્ઞાન વિશે નવિન માહિતી પ્રાપ્ત થતાં વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસાવૃત્તિમાં પણ વધારો જાેવા મળ્યો હતો.