વિઝાગ ટર્મિનલે કાર્ગોમાં ૪૫ ટકાની વૃદ્ધિ નોંધાવી
અમદાવાદ, વિશાખાપટનમ પોર્ટનાં બહાર કિનાર પર સ્થિત ભારતનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ આયર્ન ઓર હેન્ડલિંગ કોમ્પ્લેક્સ અને ૨૪ એમટી (મિલિયન ટન)ની ક્ષમતા ધરાવતાં વિઝાગ ટર્મિનલનું સંચાલન કરતી એસ્સાર વિઝાગ ટર્મિનલ લિમિટેડ (ઇવીટીએલ)એ તા.૩૦ જૂન, ૨૦૧૯નાં રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં સંપૂર્ણ કાર્ગો થ્રૂપુટમાં ૪૫ ટકા વધારો થયો હોવાની જાહેરાત કરી હતી.
સંપૂર્ણ કાર્ગો સંચાલનમાં મહ¥વપૂર્ણ વૃદ્ધિ માટે થર્ડ-પાર્ટી કાર્ગોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નાં ત્રિમાસિક ગાળાની સરખામણીમાં વોલ્યુમમાં ત્રણ ગણો વધારો થયો હતો. આ જ ગાળામાં એન્કર કસ્ટમર પાસેથી કાર્ગો વોલ્યુમમાં ૫.૬ ટકાનો વધારો થયો હતો. સંપૂર્ણ કાર્ગો વોલ્યુમમાં થર્ડ-પાર્ટી કાર્ગોનો હિસ્સો વધીને ૪૦.૬ ટકા થયો હતો. એસ્સાર પોટ્ર્સનાં વિઝાગ ટર્મિનલ પર અત્યાધુનિક મિકેનાઇઝેશન દ્વારા સ્પર્ધાત્મક લાભ થયો છે અને અત્યાધુનિક કાર્ગો સંચાલન ઉપકરણે ઝડપી ટર્નએરાઉન્ડ ટાઇમ સુનિશ્ચિત કર્યો છે,
જે નવા ક્લાયન્ટ મેળવવામાં મુખ્ય પરિબળો છે. એસ્સાર પોટ્ર્સ ભારતમાં ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું પોર્ટ અને ટર્મિનલ ડેવલપર્સ અને ઓપરેટર્સમાંની એક છે. કંપનીએ ભારતનાં ત્રણ રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાનાં પાંચ પોર્ટ વિકસાવવામાં રૂ. ૧૧,૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે. એની હાલની કામગીરી ચાર ટર્મિનલમાં ફેલાયેલી છે, જેની સંયુક્ત ક્ષમતા ૧૧૦ એમટીપીએ છે, જે ભારતની પોર્ટ ક્ષમતામાં અંદાજે પાંચ ટકા હિસ્સો ધરાવે છે. કંપની નોન- કન્ટેનરાઇઝ બલ્ક કાર્ગો સ્પેસમાં લીડર છે.
નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૪૦ એમટી થ્રૂપુટ સાથે એસ્સાર પોટ્ર્સ ચાલુ નાણાકીય વર્ષમાં ૬૦ એમટીનું સંચાલન કરશે એવી અપેક્ષા છે. એસ્સાર પોટ્ર્સનાં તમામ ટર્મિનલ અત્યાધુનિક કાર્ગો સંચાલન માળખાનો ઉપયોગ કરે છે અને નજીકથી મધ્યમ ગાળામાં બમણી ક્ષમતા સાથે સજ્જ છે. એટલે કંપનીએ કાર્ગો થ્રુપૂટ વધારવા ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ભારત સરકારનાં વર્ષ ૨૦૨૦ સુધીમાં દેશમાં પોર્ટ ક્ષમતા વધારીને ૩,૧૩૦ એમટી કરવાનાં મહ¥વાકાંક્ષી લક્ષ્યાંકને પાર પાડવામાં અર્થસભર પ્રદાન કર્યું છે.