Western Times News

Gujarati News

વિઝા અરજી રિજેક્ટ થતા યુએસ જવા ઈચ્છતા છાત્રો મુશ્કેલીમાં

USA Will issue 2.80 lakh green cards: People of India will benefit

અમદાવાદ, ૨૦૨૧ બાદ અમેરિકાએ ધડાધડ સ્ટૂડન્ટ વિઝા મંજૂર કર્યા બાદ હવે ત્યાં ભણવા જવા ઈચ્છતા સ્ટૂડન્ટ્‌સ માટે એક નવી જ સમસ્યા ઉભી થઈ છે. પ્રાપ્ત વિગોત અનુસાર, જે સ્ટૂડન્ટ્‌સના વિઝા રિજેક્ટ થયા છે તેમને હજુ સુધી નવી તારીખ નથી મળી, જેથી અમેરિકાની કોલેજાેમાં એડમિશન લઈ ચૂકેલા ગુજરાતી વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મૂકાયા છે.

ઈન્ટર્વ્યુ માટેના જે સ્લોટ ફાળવવામાં આવી રહ્યા છે તેની સામે ડિમાન્ડ વધારે હોવાથી અગાઉ જેમની વિઝા અરજી રિજેક્ટ થઈ છે તેમના માટે મોટી સમસ્યા સર્જાઈ છે.અમદાવાદના રાહુલ શેઠને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઈન કમ્પ્યુટર સાયન્સમાં એડમિશન મળી ચૂક્યું છે. તેના વિઝા નવેમ્બર ૨૦૨૧માં રિજેક્ટ થયા હતા. ભૂતકાળમાં જેમના અનેકવાર વિઝા રિજેક્ટ થઈ ચૂક્યા હોય તેવા સ્ટૂડન્ટ્‌સને પણ બાદમાં વિઝા મળી જતા.

જેને જાેતાં રાહુલે પણ તરત જ ફરી વિઝા માટે એપ્લાય કરી દીધું. જાેકે, છેલ્લા ચાર મહિનાથી રાહુલ અનેક પ્રયાસ બાદ હજુ સુધી વિઝા અપોઈન્ટમેન્ટની તારીખ નથી મેળવી શક્યો. તેનું કહેવું છે કે, જે સ્ટૂડન્ટ્‌સ અગાઉ અરજી કરી ચૂક્યા છે તેમને આ વખતે તારીખો નથી અપાઈ રહી.

ઓવરસીઝ સ્ટૂડન્ટ વિઝા કન્સલ્ટન્ટ કવિતા પરીખ આ અંગે જણાવે છે કે અમેરિકન ઓથોરિટીએ વારંવાર આશ્વાસન આપ્યા બાદ પણ આ સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. મે મહિનાથી વધુને વધુ તારીખો ફાળવવામાં આવી રહી છે, પરંતુ ડિમાન્ડની સામે તેનું પ્રમાણ ઘણું ઓછું છે.

જેના કારણે સૌથી વધુ પરેશાની જેમના સ્ટૂડન્ટ વિઝા અગાઉ રિજેક્ટ થયા છે તેવા લોકોને ભોગવવી પડી રહી છે, કારણકે તેમને હાલમાં કોઈ તારીખ નથી ફાળવવામાં આવી રહી. એવું કહેવાઈ રહ્યું છે કે તેમના માટેના સ્લોટ ઓગસ્ટથી ખૂલશે.

જાે ખરેખર આમ થશે તો ઓગસ્ટ-સપ્ટેમ્બર ઈનટેકમાં અમેરિકા જવા ઈચ્છતા સ્ટૂડન્ટ્‌સને છેલ્લી ઘડીએ ખૂબ જ દોડધામ થઈ જશે.વળી, આ સ્થિતિમાં પણ ઓગસ્ટ સુધીમાં વિઝા એપોઈન્ટમેન્ટની તારીખ આવી જશે કે નહીં તેનો કોઈ નિશ્ચિત જવાબ સ્ટૂડન્ટ્‌સને નથી મળી રહ્યો.

તેવામાં તેમણે એડમિશન સ્થગિત કરાવવું કે કેમ તે ર્નિણય લેવો પણ મુશ્કેલ બન્યો છે. અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં એમબીએમાં એડમિશન મેળવ્યા બાદ તેને ત્રણવાર સ્થગિત કરાવી ચૂકેલી અમદાવાદની આકાંક્ષા પટેલની સ્થિતિ પણ કંઈક આવી જ છે.

આકાંક્ષાએ છેક ૨૦૨૧માં એડમિશન મેળવી લીધું હતું, પરંતુ વિઝાની તારીખ તેને હજુ સુધી નથી મળી. તેના કારણે અમેરિકા પહોંચવામાં મોડું થતાં આકાંક્ષા જેવા અનેક સ્ટૂડન્ટ્‌સનો કિમતી સમય વેડફાઈ રહ્યો છે.
અમદાવાદની કુશાલી પ્રજાપતિને પણ ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં એમબીએમાં એડમિશન મળી ચૂક્યું છે.

જાેકે, તેના વિઝા મે ૨૦૨૨માં રિજેક્ટ થયા હતા, ત્યારથી તે એપોઈન્ટમેન્ટની તારીખ લેવા મથી રહી છે, પરંતુ હજુ સુધી તેને સફળતા નથી મળી. વિઝા કન્સલ્ટન્સી સાથે જાેડાયેલા મૌલિન જાેષી આ અંગે જણાવે છે કે, વિદ્યાર્થીઓ હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

ભૂતકાળમાં વિઝા રિજેક્ટ થતાં તો તરત જ નવી તારીખ મળી જતી હતી. પરંતુ આ વખતે તેમને સ્લોટ નથી મળી રહ્યા. સ્લોટની સંખ્યા ખૂબ ઓછી હોવાથી સ્ટૂડન્ટ્‌સ ભારે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.