Western Times News

Gujarati News

વિઝા માટે એફડીના નામે ભરૂચમાં ૧.૨૪ કરોડની ઠગાઈ

છેતરપિંડી કરીને ભરૂચનો ભેજાંબાજ થઇ ગયો ફરાર

યુકે એમ્બેસીમાં ઓળખીતા નોકરી કરતા હોવાનું જણાવીને ગઠિયો સાણસામાં લેતો હતો

ભરૂચ,ભરૂચમાં ભેજાબાજે વિઝા માટે બેન્ક બેલેન્સ અને મુદ્રા લોન માટે એફડીના નામે રૂપિયા ૧.૨૪ કરોડની છેતરપિંડી કરીને ફરાર થઇ જતા ચકચાર મચી ગઈ હતી. આ શાતીર ગઠિયાએ ૧૦ થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી રામવાટીકા સોસાયટી ખાતે રહેતા દિપન દલાલ કાર સ્પાની દુકાન ધરાવે છે. તેમને એક કાર શોરૂમનું ગાડીઓને કોટિંગ કરવાનું કામ મળ્યું હોય તેઓ અવારનવાર શોરૂમ પર જતા હતાં. જ્યાં યતિન અરૂણ શાહ (રહે. સરુભી બંગ્લોઝ, પ્રાર્થના વિદ્યાલય પાસે, ભોલાવ) પણ ત્યાં કામ કરતાં કર્મચારીઓને મળવા આવતો હોય તેની સાથે તેમની મિત્રતા થઈ હતી.જાન્યુઆરી ૨૦૨૪માં દિપનને તેમની પુત્રીને યુકે ખાતે મેનેજમેન્ટના અભ્યાસ અર્થે જવાનું હોય વિઝાની પ્રોસેસ કરી હતી.

જેના ભાગરૂપે તેમણે તેમની પત્નીના ખાતામાં ૨૨ લાખ રૂપિયા જમા રાખ્યાં હતાં. પરંતુ કોઇ કારણોસર તેમના વિઝા એપ્›વ થયા ન હતા.આ મુદ્દે વાતોવાતોમાં તેમણે યતિન શાહને જાણ કરતા યતિને તેમને જણાવ્યું હતું કે, મુંબઇ ખાતે યુકે એમ્બેસીમાં તેમની ઓળખીતા જાનકીબેન નોકરી કરે છે. તેને વાત કરશે તો કામ થઈ જશે. જેથી બાદમાં તેણે જણાવ્યું હતું કે, તેમની પત્નીના ખાતામાં ૨૨ લાખ રૂપિયા છે તેનું કોઇ ટ્રાન્ઝેક્શન થતુ ન હોવાને કારણે તેમની પુત્રીની વિઝા પ્રોસેસ અટકી છે. તેમણે તે રૂપિયાનું ટ્રાન્ઝેક્શન બતાવવું પડશે. અને તે પારિવારિક સભ્યોમાં નહીં અન્યના ખાતામાં કરાવવું પડશે.તેણે પોતાના ખાતામાં તે રૂપિયા નાખે તો તે તેમને પરત આપશે તેમ જણાવ્યું હતું.

જેથી તેમણે વિશ્વાસમાં આવી યતિનના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.બાદમાં બે મહિના બાદ પણ વિઝા નહીં આવતા તેમણે રૂપિયા પરત માંગતા તેણે તે રૂપિયા તેમના નામે એફડી કરી હોવાનું જણાવી તેનો લેટરનો ફોટો મોકલ્યો હતો.બાદમાં તેમની પુત્રીને લોન અપાવવાનું જણાવી થોડા સમય બાદ તેમને આઇસીઆઇસીઆઇ કંપનીનો ૨૪ લાખની લોનનો લેટર આપ્યો હતો. જે લેટર સાથે તેમણે પુત્રીને યુકે એમ્બેસીમાં મોકલતા તે રિજેક્ટ થતાં તેમણે બેંકમાં તપાસ કરતા તે બોગસ હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ પણ તેને રૂપિયા પરત નહીં આપી ઘર છોડી ભાગી ગયો હતો. અરસામાં તેમને માલૂમ પડયું હતું કે, તેમણે અન્ય લોકો સાથે પણ ઠગાઇ કરી હતી.

તેમના તમામના રૂપિયા એકત્ર કરતા કુલ ૧.૨૪ કરોડની ઉચાપત કરી તે ફરાર થઇ ગયો હોવાનું જણાતા દિપન દલાલે ભરૂચ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી.જાણવા મળ્યા મુજબ યતિન શાહે દિપન દલાલ પાસેથી રૂપિયા ૧૮ લાખ,રાકેશ ભટ્ટના રૂપિયા ૩૦.૭૦ લાખ,ધ્›વ પટેલના રૂપિયા ૫ લાખ, તેજલ માસ્તર રૂપિયા ૧૧.૬૦ લાખ,સુનિલ પરમાર રૂપિયા ૫.૯૫ લાખ,સંદિપ શ્રીવાસ્તવના રૂપિયા ૩.૫૦ લાખ,સ્નેહલ પટેલના રૂપિયા ૪.૩૦ લાખ,અલ્પેશ શાહના રૂપિયા ૨૪.૩૦ લાખ,રમેશ ત્રિવેદીના રૂપિયા ૧૩.૯૦ લાખ,નરેન્દ્ર પટેલના રૂપિયા ૭.૨૫ લાખ હડપી લીધા હતા.શાતીર ભેજાબાજ યતિન શાહએ લોકોને અલગ અલગ રીતે છેતર્યા હતા. તેણે મુદ્રાલોન માટે એફડી બતાવવા પર્સનલ લોનના બહાને રાકેશ ભટ્ટ, ધ્›વ પટેલ, તેજલ માસ્તર, સુનિલ પરમાર, સંદિપ શ્રીવાસ્તવ, સ્નેહલ પટેલ સાથે ઠગાઈ કરી હતી. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.