વિટામીન સીનું વધુ પડતું સેવન ભારે પડી શકે છે
ઘણાં લોકો ટેબલેટના રૂપમાં જ વીટામીન સી લેવા માંડે છે, પણ કોઈ વસ્તુ અતિ થઈ જાય ત્યારે તે નુકસાન કરી શકે છે
નવી દિલ્હી: કોરોના કાળમાં સૌ કોઈ વિટામીન-સી અને ઝીંકની વાતો કરે છે. ઈમ્યુનિટી વધારવામાં મદદ કરતા આ તત્વોથી પણ સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. કોરોનાના ડરથી ઘણાં લોકો આંખો મીંચીને વિટામીન સી વાળા પદાર્થનું સેવન કરવા માંડે છે. ઘણાં વધુ પડતા ખાટાં ફળોનું સેવન કરે છે, તો ઘણાં લોકો તો ટેબલેટના રૂપમાં જ વીટામીન સી લેવા માંડે છે. પણ કોઈપણ વસ્તુ જ્યારે અતિ થઈ જાય ત્યારે તે નુકસાન કરી શકે છે.
કહેવાય છેકે, અતિની ગતિ નુકસાન કરાક હોય છે. તેથી કેટલી માત્રામાં વિટામીન સી વાળા પદાર્થોનું સેવન સ્વાસ્થ્ય માટે સારું છે તે જાણી લેવું પણ જરૂરી છે. વિટામિન સી નો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં કોઈનું સ્વાસ્થ્ય સુધારવાને બદલે તે ખરાબ થઈ શકે છે. વિટામીન સી પાણીમાં ઓગળે છે જેને શરીર સંગ્રહિત કરતું નથી. તેથી તેના પર્યાપ્ત સ્તરને જાળવવા માટે લોકોએ તેને પૂરક આહાર દ્વારા લેવો પડશે. પરંતુ આ કિસ્સામાં નિષ્ણાતો કહે છે કે વિટામિન સી નો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં કોઈનું સ્વાસ્થ્ય સુધારવાને બદલે તે ખરાબ થઈ શકે છે. તેથી વિટામિન સી વધુ લેવાના તેના ગેરલાભો અને તેને લેવાની યોગ્ય માત્રા શું આવો જાણીએ.
નિષ્ણાતોના મતે, કોઈપણ વ્યક્તિ માટે દરરોજ ૬૫ થી ૯૦ મિલિગ્રામ વિટામીન સી લેવાનું પૂરતું છે. પરંતુ જાે તમે ૧૦૦૦ મિલિગ્રામથી વધુ વિટામિન સી લો તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. સામાન્ય રીતે સ્ત્રીઓએ ૭૫ મિલિગ્રામ અને પુરુષો માટે ૯૦ મિલિગ્રામ, સગર્ભા સ્ત્રીઓ માટે ૮૫ મિલિગ્રામ અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ૧૨૦ મિલિગ્રામ સુધી વિટામિન સીનું સેવન કરવું જાેઈએ. કોઈપણ વસ્તુનો અભાવ અને અતિરેક નુકસાનકારક છે. વિટામિન સીની અતિશય ઉપયોગથી ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો, છાતીમાં બળતરા, માથાનો દુખાવો અને અનિદ્રા જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
વિટામિન સી એક એન્ટીઑકિસડન્ટ છે. જે શરીરણી માંસ પેશીઓને સુધારે છે અને સાંધાને ટેકો આપવા માટે કામ કરે છે. આ ઉપરાંત, તે શરીરમાં કોલેજન, એલ-કાર્નેટીન અને કેટલાક ન્યુરોટ્રાન્સમીટરના નિર્માણમાં મદદરૂપ છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. બધા સંશોધન સૂચવે છે કે વિટામિન સી ગંભીર શ્વસન ચેપને રોકવામાં અને ટીબીની સારવાર કરવામાં મદદગાર છે. નારંગી, કીવી, લીલો અને પીળા મરચાં, કેળા, બ્રોકોલી, સ્ટ્રોબેરી, પાલક, પપૈયુ, અનાનસ, લીંબુ અને કેરી વગેરેમાં વિટામિન સી વિપુલ પ્રમાણમાં હોય છે.