Western Times News

Gujarati News

વિદિશા અકસ્માત અંગે મોદીએ દુઃખ વ્યક્તિ કરી ૨ લાખ સહાયની જાહેરાત કરી

નવીદિલ્હી: મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં ‘મોત નો કુવો’ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટિ્‌વટ કરીને કહ્યું કે, ‘મધ્યપ્રદેશના વિદિશામાં થયેલા અકસ્માતથી દુખી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યેની મારી સંવેદના. પીએમએનઆરએફ (વડા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ) દ્વારા પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારોને પ્રત્યેક ૨ લાખ રૂપિયા વળતરની રકમ આપવામાં આવશે.ગુરુવારે રાતે લાલ પાથર ગામમાં કુવામાં કિશોર પડી જતા બાદ તેને બહાર કાઢવા આવેલા લોકોના ટોળાને કારણે કૂવો ધસી ગયો હતો. જેના કારણે ૪૦ થી વધુ લોકો અંદર પડી ગયા હતા.

રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને ૫ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને મફત તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અકસ્માત થતાંની સાથે જ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.

વિદિશા જિલ્લાના ગંજબાસોડામાં અકસ્માત બાદ શરૂ થયેલ બચાવ કામગીરી હવે પુરી થઈ ગઈ છે. કૂવામાંથી ૧૧ લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ૧૯ લોકોને બચાવવામાં આવ્યા છે, જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વિશેષ વાત એ છે કે જે માસૂમ બાળકના કુવામાં પડી જવાથી આ કામગીરી શરૂ થઈ છે, તે એક જ બાળકના મૃતદેહને બહાર કાઢવા સાથે પૂર્ણ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.