વિદિશા શ્રીવાસ્તવ “ભાભીજી ઘર પર હૈ”માં અનિતા ભાભી તરીકે ઝગમગી ઊઠે છે!

થોભો! નવી અનિતા ભાભી, વિદિશા શ્રીવાસ્તવ પોતાના મોડર્ન કોલોનીના ઘરમાં આવી ગઈ છે! પ્રતિભાશાળી બોલીવૂડની અભિનેત્રી યામી ગૌતમ સાથે મળતી આવતી વિદિશા સુંદર અને સ્ટાઈલિશ છે. અનિતા ભાભી એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં તેની ટ્રેન્ડી સાડીઓ અને ભારતીય ફ્યુઝન અવતારમાં ઝગમગવા અને ચમકવા અને દર્શકોને મંત્રીમુગ્ધ કરવા માટે સુસજ્જ છે.
પ્રવેશ વિશે બોલતાં રોમાંચિત વિદિશા શ્રીવાસ્તવ કહે છે, “મારી ખુશીનો કોઈ પાર નથી. મારો મેં રોમાંચક કોમેડી શો ભાભીજી ઘર પર હૈમાં અનિતા ભાભીની ભૂમિકા ભજવવા જઈ રહી છું એવી જાણ થતાં જ મારો ફોન સતત રણકી રહ્યો છે. મારે માટે અને સન્માનજનક અને મોટો અવસર છે.
મારો પરિવાર ખુશ છે અને સાતમા આસમાનમાં વિહરી રહ્યો છે, કારણ કે તેમનો સૌથી મનગમતો શો અને અનિતા ભાભી તેમનું મનગમતું પાત્ર છે. એક દિવસ હું અનિતા ભાભી તરીકે આ શોનો હિસ્સો બનીશ એવી કલ્પના કોઈ કરી નહોતી! મારી લાગણીઓ અને આભાર વ્યસ્ત કરવા માટે શબ્દો પણ ખૂટી રહ્યા છે. આ યાદગાર ભૂમિકા છે અને મને તક મળતાં બેહદ ખુશી છે. ”
શોમાં અનિતા ભાભીના લૂક વિશે બોલતાં વિદિશા કહે છે, “સુંદર અને ટ્રેન્ડી સાડીઓ સાથે આ સંપૂર્ણ તાજગીપૂર્ણ લૂક છે. કલર પેલે ગાઢ અને પેસ્ટલ કલર્સ સાથે ઊજળો રહેશે, જે ક્લાસી અને એલીગન્ટ લૂક માટે ઝગમગતો અને ચમકદાર દેખાવ આપે છે. પશ્ચિમી પોશાકમાં ભારતીય ફેબ્રિક્સની છાંટ રહેશે, જેથી તે ઈન્ડો- વેસ્ટર્ન ફ્યુઝન લૂક આપે છે.
જ્વેલરી પણ એલીગન્ટ ડિઝાઈનોનું ફ્યુઝન છે, જે લૂક પૂર્ણ કરવા આધુનિક એસ્થેટિક્સ સાથે પારંપરિકને સંમિશ્રિત કરે છે. મેકઅપમાં નૈસર્ગિક ટોન છે, જેમાં અમુક મસ્કારા અને ઝગમગતા ન્યુટ્રલ આઈ- શેડો છે. હેરસ્ટાઈલ સીધીસટ વાળ રહેશે, જે ખભા હેઠળ સહેજ લાંબા રહેશે. મને ખાતરી છે કે દર્શકોને અનિતા ભાભીનો નવો લૂક ગમશે અને તેઓ ખુલ્લા હાથે તેને આવકારશે. આ તબક્કે મને બહુ સારું લાગી રહ્યું છે અને દર્શકોની પ્રતિક્રિયા જાણવા અને તેમની નવી અનિતા ભાભી તરીકે મારો સ્વીકાર જોવા હું બહુ ઉત્સુક છું.