વિદેશથી પાછા ફરેલા ૧૦૦થી વધુ મુસાફરો ગૂમ, ફોન બંધ અને ઘરે તાળા

મુંબઇ, ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટનું જાેખમ વધી રહ્યું છે. આ બધા વચ્ચે એક ચિંતાજનક સમાચાર છે. છેલ્લા કેટલાક દિવસમાં વિદેશથી મહારાષ્ટ્ર પહોંચેલા લગભગ ૧૦૦ મુસાફરો ગાયબ છે. પ્રશાસન હવે આ લોકોની જાણકારી મેળવીને એજન્સીઓને સચેત કરી રહ્યું છે.
કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપિલ કોર્પોરેશનના અધિકારી વિજય સૂર્યવંશીના જણાવ્યાં મુજબ વિદેશથી થાણામાં આવેલા ૨૯૫ વિદેશયાત્રીઓમાંથી ૧૦૯ મુસાફરોની કોઈ ખબર નથી. સૂર્યવંશીએ જણાવ્યું કે આ લોકોમાંથી કેટલાકના મોબાઈલ ફોન સતત બંધ આવી રહ્યા છે. એટલું જ નહીં વિદેશથી આવેલા જે મુસાફરોએ પોતાના સરનામા આપ્યા હતા ત્યાં પણ હવે તાળા લટકે છે.
ઓમિક્રોનના જાેખમને જાેતા મહારાષ્ટ્ર સરકારે રિસ્કવાળા દેશોથી મુસાફરી કરીને ભારત આવેલા લોકો માટે સાત દિવસ ક્વોરન્ટાઈનનો નિયમ બનાવ્યો છે. આવા લોકોનો સાત દિવસ બાદ ફરીથી કોરોના ટેસ્ટથાય છે. પરંતુ અહીં થાણામાં તો ઉલ્ટી ગંગા વહેતી જાેવા મળી. અત્રે જણાવવાનું કે આવા મામલાઓ સામે આવ્યા બાદ જ બીએમસીએ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરતા જ આવા લોકોની ટ્રેસિંગનો ફૂલ પ્રુફ પ્લાન બનાવ્યો હતો.
મુંબઈમાં બે વધુ લોકોની ઓમિક્રોન વેરિએન્ટ સંક્રમિત પુષ્ટિ થઈ. બંને ૨૫ નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા હતા. તેમના કોવિડ આરટી પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ ઓમિક્રોન ટેસ્ટિંગમાટે તેમના સેમ્પલ પુણેના એનઆઇવીમાં જીનોમ સિક્વેન્સિંગ માટે માટે મોકલાયો હતો. હવે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા ૧૦ થઈ ગઈ છે.HS