વિદેશથી સસ્તી હશે વેક્સીન, બધાનો ખર્ચ સરકાર નહીં ઉઠાવે- સૂત્ર
નવી દિલ્હી, દેશભરનાં કોરોના વેક્સીનની રાહ જોવાઈ રહી છે. સીરમ, ભારત બાયોટેક અને ઝાયડસ કેડીલા સહિત 3 અન્ય મળીને દેશમાં કુલ 6 કોરોના વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી વર્ષે માર્ચ સુધી કોઈ એક વેક્સીન આવી જશે. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સીનના ત્રણ પ્રમુખ દાવેદારો સાથે મળીને વેક્સીનની સમીક્ષા કરી હતી. હવે ખબર છે કે સરકાર પ્રાથમિકતા વાળા સમૂહોના જ વેક્સીનનો ખર્ચ ઉઠાવશે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે વિદેશોના મુકાબલે ભારતમાં વેક્સીન સસ્તી હશે. સરકાર પ્રાથમિકતાવાળા સમૂહોનો જ વેક્સીનેશનનો ખર્ચ ઉઠાવશે. આ સાથે જેની સ્થિતિ વધારે ગંભીર હશે અને જેનો ડેટા કોવિડ દર્દી તરીકે નોંધાયેલો હશે તેમના માટે વેક્સીન ફ્રી રહેશે. સૂત્રોએ કહ્યું છે કે મંત્રાલયે જે 8 વેક્સીનનો ઉલ્લેખ કર્યો તેમાંથી ઘણી ત્રીજા ફેઝ સુધી પહોંચી નથી.
સર્વદલીય બેઠકની અધ્યક્ષતા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ વિશ્વાસ અપાવ્યો છે કે દેશના વૈજ્ઞાનિક વેક્સીન વિકસિત કરવામાં સફળ રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય વૈજ્ઞાનિકોને કોવિડ-19 વેક્સીન વિકસિત કરવામાં સફળતાનો પુરો વિશ્વાસ છે. વિશેષજ્ઞોનું માનવું છે કે કોવિડ-19 વેક્સીન માટે હવે લાંબી રાહ જોવી પડશે નહીં. આ થોડાક સપ્તાહમાં તૈયાર થઈ શકે છે.