Western Times News

Gujarati News

વિદેશમાંથી નિત્યાનંદને ભારત લાવવાના પ્રયાસો શરૂ

પોલીસે વિદેશમાં રહેલા નિત્યાનંદની ધરપકડ માટે ઈન્ટરપોલની મદદ માંગી : બેંગ્લોર સ્થિત
આશ્રમમાં તપાસ કરવા માટે ગુજરાત પોલીસની ટીમ રવાના

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદના આશ્રમમાંથી વિદ્યાર્થીઓ અને સાધ્વીઓ ઘરે પરત ફરી રહયા છે ત્યારે પોલીસ તપાસમાં એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ બહાર આવી રહી છે લાપત્તા યુવતિઓને શોધવા માટે સીટની રચના કરવામાં આવી છે અને આ મુદ્દે નિત્યાનંદ તથા આશ્રમની સંચાલિકાઓ વિરૂધ્ધ ગંભીર ગુનાઓ લગાવવામાં આવ્યા છે બે સંચાલિકાઓની ધરપકડ કરી લેવામાં આવી છે જયારે નિત્યાનંદની ધરપકડ કરવા માટે ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને આ અંગે દેશવ્યાપી તપાસ શરૂ કરી દેવાઈ છે.

ગુજરાત પોલીસની એક ટીમ બેંગ્લોર જવા રવાના થઈ ગઈ છે જયારે ઈન્ટરપોલની પણ મદદ માંગવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં નિત્યાનંદ વિદેશમાં હોવાનુ અને તેની સાથે જ આ બે યુવતિઓ છે તેવી માહિતી પોલીસની મળી રહી છે. આ અંગેની વિગત નિત્યાનંદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા સહિતના ગંભીર આક્ષેપો એક મુકયા હતા અને પોતાના બાળકોનો કબજા લેવા સરકારની મદદ માંગી હતી

જેના પગલે તાત્કાલિક પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી સગીરવયના બે બાળકોનો કબજા દંપતિને સોંપવામાં આવ્યો હતો પરંતુ તેમની બે યુવાન પુત્રીઓ હજી પણ લાપત્તા છે ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે પોલીસને મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે જેના પગલે તપાસનીશ સીટની ટીમે સઘન તપાસ શરૂ કરી દીધી છે

નિત્યાનંદ તથા આશ્રમની સંચાલિકાઓ વિરૂધ્ધ ગંભીર કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સંચાલિકાઓની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ નિત્યાનંદની કોઈ ભાળ મળતી નથી. નિત્યાનંદની આ ગુનામાં ધરપકડ કરવા માટે સીટની ટીમ સતર્ક બની ગઈ છે તેમની પુછપરછ માટેનો પણ તખ્તો ઘડવામાં આવ્યો છે પરંતુ હાલમાં નિત્યાનંદ વિદેશમાં હોવાની માહિતી મળી રહી છે બીજીબાજુ ગુજરાત પોલીસની એક ટીમ બેંગ્લોર ખાતે આવેલા આશ્રમની તપાસ કરવા માટે રવાના થઈ ગઈ છે. નિત્યાનંદની ધરપકડ માટે પોલીસે ઈન્ટરપોલની પણ મદદ માંગી છે અને તેને તાત્કાલિક ભારત લાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.