વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છુક 52 ટકા વિદ્યાર્થીઓ AI, ડેટા એનાલિટિક્સમાં રૂચિ દાખવી રહ્યાં છે
કારકિર્દી કરતાં સાંસ્કૃતિક શોધમાં વિદ્યાર્થીઓ અગ્રેસર
અભ્યાસમાં ઉત્તર આપતાં લગભગ અડધા (45 ટકા) વિદ્યાર્થીઓ શીખવા માટે આંતરરાષ્ટ્રીય અવસરોની ઓળખ માટેના મુખ્ય પ્રેરણારૂપમાં આત્મનિર્ભરતા અને પોતાની શરતે જીવન જીવવાને પ્રાથમિકતા આપે છે
વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છુક 52 ટકા વિદ્યાર્થીઓ પારંપરિક યુનિવર્સિટી કોર્સિસની જગ્યાએ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ માર્કેટિંગ, સાઇબર સિક્યુરિટી, એથિકલ હેકિંગ અને ઇકોટેક્નોલોજી જેવાં સ્પેશિયલાઇઝેશનમાં રૂચિ દાખવી રહ્યાં છે
§ વૈશ્વિક મહામારીથી પ્રેરિત હાઇબ્રિડ લર્નિંગ હવે મુખ્યધારા બની ગઇ છે અને વાસ્તવમાં 4 ટકા વિદ્યાર્થીઓ આ મોડલને પસંદ કરી રહ્યાં છે
વિદ્યાર્થીઓ હવે સારી નોકરીની તકો અને સારી શિક્ષાની જગ્યાએ બીજી સાંસ્કૃતિઓ (43 ટકા) વિશે જાણકારી પ્રાપ્ત કરવાના અવસરોને પ્રાથમિકતા આપે છે
મુંબઇ, ક્રોસ-બોર્ડર, ક્રોસ-કરન્સી મની મૂવમેન્ટ અને પેમેન્ટ્સના ક્ષેત્રની અગ્રણી કંપની વેસ્ટર્ન યુનિયને‘એજ્યુકેશન ઓરવસીઝ – એન ઇવોલ્વિંગ જર્ની’ ઉપર એક નવો મલ્ટી-જનરેશનલ અભ્યાસ રજૂ કર્યો છે, જેથી પોતાના બાળકો માટે આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને વૈશ્વિક ભવિષ્ય ઇચ્છતા ભારતીય પરિવારોના સામૂહિક પ્રયાસોને સમજી શકાય. આ અભ્યાસ વેસ્ટર્ન યુનિયન દ્વારા નિલ્સન આઇક્યુ સાથે કરવામાં આવ્યો છે, જે ઝડપથી બદલાતા પરિપ્રેક્ષ્ય, નવી પ્રાથમિકતાઓ, મુખ્ય અવરોધો અને ઉભરતાં ટ્રેન્ડ્સ ઉપર એક 360 ડિગ્રી પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે
અને વિદેશમાં અભ્યાસ કરવાની યોજના ધરાવતા વિદ્યાર્થીઓની નિર્ણય લેવાની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે. અભ્યાસમાં એવાં કેટલાંક પરિવારોના વિરોધાભાસ, મતભેદો અને સાંસ્કૃતિણ તણાવની પણ જાણકારી મળી રહે છે.
અભ્યાસથી પ્રાપ્ત નિષ્કર્ષ મૂજબ હવે વિદ્યાર્થીઓ અને માતા-પિતા દ્વારા વિદેશમાં શિક્ષણના વિકલ્પોને જોવાના પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે. વિદેશ મંત્રાલય પાસેથી ઉપલબ્ધ આંકડા અનુસાર મહામારીન ચિંતા કર્યાં વિના 70,000થી વધુ પરિવારોના વિદ્યાર્થીઓ વર્ષ 2021ના પ્રથમ બે મહિનામાં અભ્યાસ માટે વિદેશ ગયા છે.
મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાના પોતાના નિર્ણય પાછળ સમગ્ર વ્યક્તિગત વિકાસને મહત્વનું કારણ ગણાવે છે. તેમને વિશ્વાસ છે કે વિદેશમાં રહેવું તેમને સ્વતંત્ર હોવાની તાકાત આપે છે અને સ્વતંત્રતાની ભાવના પ્રદાન કરે છે. ત્યારબાદ સાંસ્કૃતિક જાણકારી અને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર તેમના નિર્ણય લેવાની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે.
બીજી તરફ નોકરીના અવસરોમાં વૃદ્ધિ અને વૈશ્વિક શિક્ષા બાદ જીવનની ગુણવત્તા જેવા અત્યાર સુધી ધ્યાને લેવાતા કારણ હવે પ્રાથમિકતાની યાદીમાંથી બહાર છે અને તેના વિશે ખૂબજ ઓછો વિચાર કરવામાં આવે છે.
વેસ્ટર્ન યુનિયનના મિડલ-ઇસ્ટ અને પેસિફિક એશિયા હેડ સોહિની રાજોલાએ કહ્યું હતું કે, અમે સરહદ વિનાના વિશ્વમાં શીખવાના વૈશ્વિક અવસરો શોધવા માટે હંમેશા તૈયાર યુવાન ભારતીય વિદ્યાર્થીઓની યાત્રાનો હિસ્સો બનવા માગીએ છીએ.
અમારા ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ક્રોસ-બોર્ડર મની ટ્રાન્સફરની ક્ષમતાઓ સાથે એક સુંદર વિશ્વ માટે નાણાની આપ-લે સક્ષમ કરવા, એક વિશ્વસનીય બ્રાન્ડ સ્વરૂપે અમે આ અભ્યાસ પોતાના પરિવારો સાથે યાત્રા શરૂ કરતા વિદ્યાર્થીઓ સાથે શરૂ કરી છે, જેથી વિદ્યાર્થીઓના લક્ષ્યો અને આકાંક્ષાઓને સારી રીતે સમજી શકાય.
અભ્યાસના કેટલાંક રસપ્રદ તારણો પ્રકાશમાં આવ્યાં છે, જે જનરેશન ઝેડની નવી પ્રાથમિકતાઓને પ્રદર્શિત કરે છેઃ
· પસંદગીના દેશોની બાબતે અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા ટોચના ચાર ડેસ્ટિનેશન છે ત્યારે જર્મની, ઇટલી, આયર્લેન્ડ, તુર્કી, રશિયા અને ચીન જેવાં નવા ડેસ્ટિનેશન પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ ઇથઇ છે, જે અગાઉ પસંદગીના દેશોની યાદીમાં સામેલ ન હતાં. એમઇએ પાસેથી પ્રાપ્ત આંકડાઓ અનુસાર જાન્યુઆરી, 2021 સુધીમાં વિશ્વભરના 85 દેશોમાં 10.9 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતાં. ચીન (29,600 વિદ્યાર્થીઓ), જર્મની અને ફ્રાન્સ (સંયુક્ત રૂપે 10,000 વિદ્યાર્થીઓ જેવાં દેશોમાં પણ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ છે.
· વધુ એક આશ્ચર્યજનક બાબત એ છે કે વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ હવે પસંદગી કરતી વખતે યુનિવર્સિટીની પ્રતિષ્ઠા સિવાય વિશેષ કોર્સિસ (52 ટકા)ને વધુ પસંદ કરે છે. તેઓ એવા કોર્સિસની શોધમાં રહે છે કે જે વિશિષ્ટ હોય, પરંતુ ધીમે-ધીમે મહત્વપૂર્ણ બની રહ્યાં હોય. હવે વિદ્યાર્થીઓ આઇવી લીગ યુનિવર્સિટીથી આગળ જોઇ રહ્યાં છે કે જ્યાં આ અભ્યાસક્રમ સામેલ નથી.
· ક્વોલિફાઇંગ પરિક્ષાઓ વિદ્યાર્થીઓ (64 ટકા) માટે મોટો અવરોધ છે, જેના કારણે એવાં દેશો-યુનિવર્સિટીની પસંદગી કરાઇ રહી છે કે જ્યાં પ્રવેશ પરિક્ષા અથવા અનિવાર્ય અંગ્રેજીની પરિક્ષા લેવાતી ન હોય.
· માતા-પિતાને વિદ્યાર્થીઓની લોન સંબંધિત સંકટ વ્યક્ત કર્યાં અને ઘણાં લોકોએ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં અસ્થિરતાને કારણે લોન ચૂકવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. નાણા સંબંધિત ચિંતાઓ, ખાસ કરીને બજેટ અને નાણાકીય આયોજન, વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા બંન્ને દ્વારા વ્યક્ત કરાતી મુખ્ય સમસ્યાઓ છે, જે પ્રક્રિયામાં નિર્ણાયક કારણ હતી. અડધાથી વધુ વિદ્યાર્થીઓ (54 ટકા)એ વિદેશમાં અભ્યાસની પસંદગી કરતી વખતે નાણાકીય બાબતોને ટોચની ચિંતા ગણાવી છે. આ વિદેશમાં અભ્યા સાથે સંકળાયેલા ઉચ્ચ ખર્ચને કારણે ઓછી મુદ્દતના અભ્યાસક્રમ (જેને 47 ટકા વિદ્યાર્થીઓ પસંદ કરે છે)ને પસંદ કરવા તેમના નિર્ણયમાં જોવા મળે છે.
· સર્વેક્ષણમાં સામેલ ચાર વિદ્યાર્થીઓમાંથી ત્રણ વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણખર્ચને કારણે તેમના અભ્યાસક્રમને પસંદ કરતી વખતે શિષ્યવૃત્તિની તપાસ કરી હતી.
રાજોલાએ કહ્યું કે વેસ્ટર્ન યુનિયન ખાતે અમારી રણનીતિ વિશ્વમાં કોઇપણ જગ્યાએથી નાણાની ક્રોસ-બોર્ડર ટ્રાન્સફર ઉપર કેન્દ્રિત છે. 200થી વધુ દેશો અને ક્ષેત્રોમાં અમારા વૈશ્વિક નાણાકીય નેટવર્ક દ્વારા વિદ્યાર્થીઓને વિશ્વસનીય અને સુવિધાજનક સહયોગ મળે છે. તેઓ શિક્ષણ માટે નવા માર્ગો શોધી રહ્યાં છે તે જોતાં અમે સુનિશ્ચિત કરી શકીએ છીએ કે તેઓ દરેક સમયે નાણાકીય મોરચે સહયોગ અને જોડાણ પ્રાપ્ત કરતાં રહે.
ગત ત્રિમાસિકગાળામાં શિક્ષણ માટે બહાર જતાં નાણાના પ્રવાહમાં વધારો ઓક્ટોબર 2020થી રેસિડેન્ટ ઇન્ડિયન દ્વારા બહાર મોકલાતા નાણામાં ક્રમિક રૂપે 34 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં શિક્ષણ સંબંધિત રેમિટન્સ ભારતના કુલ બહાર જતા ધનના 30 ટકાથી વધુ છે.
શિક્ષણ માટે બહાર જતાં નાણામાં વાર્ષિક ધોરણે 64 ટકાનો વધારો થયો છે, જેમાં એપ્રિલ-જૂન 2021 વચ્ચે 1.2 બિલિયન યુએસ ડોલર સાથે જાન્યુઆરી-માર્ચ 2021ની તુલનામાં 5.3 ટકાની વૃદ્ધિ થઇ છે.
વેસ્ટર્ન યુનિયન વર્ષ 1993થી ભારતમાં કાર્યરત છે અને સૌથી મોટા મની મૂવમેન્ટ નેટવર્ક પૈકીનું એક છે. વેસ્ટર્ન યુનિયનના પ્લેટફોર્મ સમસ્યામુક્ત ક્રોસ-બોર્ડર ફ્લો પ્રદાન કરે છે અને તેનું નેટવર્ક 200થી વધુ દેશો અને ક્ષેત્રો તથા 130થી વધુ ચલણને જોડે છે.
યસ બેંકના સહયોગથી WU.com દ્વારા પોતાની આઉટબાઉન્ડ રેમિટન્સ સેવાઓ સાથે ભારતમાં નાણા મોકલવાની ઓફર કરતાં વેસ્ટર્ન યુનિયનનું લક્ષ્ય હવે ભારતની બહાર વિશ્વના પ્રમુખ ક્ષેત્રોમાં નાણા મોકલતા લોકોને સુવિધા પ્રદાન કરવાનો છે, જેમાં ઉત્તર અમેરિકા, યુરોપ, લેટિન અમેરિકાના કેટલાંક હિસ્સાઓ, મીડલ ઇસ્ટ અને પેસિફિક એશિયા સામેલ છે.