Western Times News

Gujarati News

વિદેશમાં જોવા મળે તેવો વંટોળિયો ત્રાટકતા લોકોમાં ભય

સુરેન્દ્રનગર, વિદેશમાં તમે મોટાં મોટાં વંટોળિયાના દ્રશ્યો જાેયા હશે. કંઈક આવા જ દ્રશ્યો સુરેન્દ્રનગર પંથકમાં જાેવા મળ્યા છે. આવા દશ્યો જાેવા મળતા લોકોને કૂતુહલ થયું હતું, સાથે જ ભયનો માહોલ પણ ફેલાયો હતો. મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવું દ્રશ્યો જાેવા મળ્યું હતું.

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં મોટો વંટોળિયો જાેવા મળ્યો હતો. અહીં આકાશમાંથી સફેદ વાદળોનો ગોળો ફરતો ફરતો જમીન પર ત્રાટક્યો હતો. આ બનાવના લાઇવ દ્રશ્યો લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા.

વરસતા વરસાદ વચ્ચે આવા દ્રશ્યો જાેવા મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે વંટોળિયાને પગલે જ્યોતિપરા ગામ ખાતે કાચા મકાનના છાપરા ઉડી ગયા હતા. આ ઉપરાંત બે વીજપોલ પણ ધરાશાયી થયા હતા. વંટોળિયાને પગલે એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી.

વરસતા વરસાદ સાથે વંટોળિયો આવતા લોકોમાં ડર ફેલાયો હતો. શરૂઆતમાં લોકોને વંટોળિયાને જઈને કૂતુહલ થયું હતું, પરંતુ તે ગામમાં ત્રાટકતા ભયનો માહોલ જાેવા મળ્યો હતો. મંગળવારે દક્ષિણ ગુજરાતના ગણતરીના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે.

જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં સિવાય મેઘ મહેર નથી થઈ. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. કારણ કે ચોમાસું બેઠાને ૯ દિવસ વિતવા છતાં હજુ ૨૦૦ જેટલા તાલુકામાં વાવણી થઈ શકી નથી. આ તરફ હવામાન વિભાગ તરફથી આગામી ૫ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, બુધવારે વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ખેડા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ તથા સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદની આગાહી છે. ગુરૂવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં હજુ સિઝનનો માંડ ૪ ટકા વરસાદ વરસ્યો છે.

૫ જિલ્લાને બાદ કરતાં બાકીના ૨૮ જિલ્લામાં વરસાદની ઘટ છે. ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતાં ક્યાંય આગળ વધ્યું નથી. જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.