Western Times News

Gujarati News

વિદેશમાં મોકલાતો ૬૪.૫ કિલો ગુટખાનો જથ્થો જપ્ત

અમદાવાદ, અમદાવાદથી વિદેશમાં ગેરકાયદેસર રીતે મોકલવામાં આવતો ગૂટખાનો ૬૪.૫ કિલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે અમદાવાદ કસ્ટમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ કસ્ટમ્સી ફોરેન પોસ્ટ ઓફિસ દ્વારા ૬ પાર્સલ જાપાન મોકલાવમાં આવી રહ્યાં હતાં.

આ પાર્સલમાં કંઇ ગેરકાયદે હોવાની શંકા જતા ફોરેન પોસ્ટ ઓફસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રથમ નજરે વિદેશ મોકલામાં આવી રહેલાં આ નમિકન, મસાલા, માઉથ ફ્રેશનર્સનાં સમાન્ય પેકેટ જ લાગે છે. પરંતુ જે પ્રકારનું પેકિંગ હતું તેનાં પરથી કંઇક અજૂગતુ હોવાની શંકા વધુ ઘેરી બની હતી. આ પેકેટ ખોલવામાં આવતાં તેમાં ગૂટખા મળી આવ્યાં હતાં.

જેનું વજન ૬૪.૫ કિલોગ્રામ હતું આમ વિદેશમાં ગેરકાયદે મોકલવામાં આવી રહેલાં ષડયંત્રની પર્દાફાશ થયો હતો. આ પાર્સલ કોના દ્વારા અને કોને મોકલવામાં આવી રહ્યું હતું તેની તપાસ હાથ ધરાઇ છે. જાણકારોનાં મતે પેડલરો દ્વારા વિદેશમાં ગૂટખા મોકલવાનું ખાસ નેટવર્ક હોય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.