વિદેશમાં રોકાણ કરનારા પર આઈટીની નજર; દક્ષિણ ગુજરાતના ૩૦૦ પર તવાઈ આવશે

સુરત, દેશની કમાણી પરદેશમાં મોકલવાના લીધે અર્થતંત્ર પર સીધી અસર થતી હોય છે. તેને અટકાવવા માટે રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં ફોરેન અસેેટ ઈન્વેસ્ટીગેશન યુનિટ બનાવવામાં આવ્યુ છે. એ પૈકી સુરતના યુનિટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ૩૦૦ કરદાતાઓએે વિદેશમાં મોટાપાયે રોકાણ કર્યુ હોવાની વિગતો બહાર આવી છે.
તેના કારણેેે આગામી દિવસોમાં આ તમામ રોકાણકારો સામે ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે એેવી શક્યતાઓ ઉભી થઈ છેે.
સુરત અને દક્ષિણ ગુજરાતના રહીશોએે સ્થાનિક સ્તરે તો મોટાપાયેેે રોકાણ કર્યુ જ છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી અહીંના લોકોની રોકાણ કરવાની પસંદગી પણ બદલાઈ ગઈ છે. સુરત આયકર વિભાગના ફોરેન એસેટ ઈન્વેસ્ટીગેશન યુનિટને ે સુરત અને દક્ષિણ ગુજરાતની ૩૦૦ કરદાતાઓની માહિતી મળી છેે ક તેમના વિદેશમાં બેક ખાતામાં મોટી રકમ છે.
શેરબજારમાં રોકાણ કર્યુ છે. અથવા તો જમીન-મકાન અને હોટલ વેપારમાં મોટુ રોકાણ કર્યુ છે. તેમની આવકના સ્ત્રોતોની તપાસ શેર કરવામાં આવી છે. બે ઉદ્યોગકારોના તો વિદેશમાં ચાર્ટર્ડ પ્લને હોવાની માહિતીની પણ ડીપાર્ટમેન્ટે તપાસ શરૂ કરી છે.
સુરતના ઉદ્યોગકારોના બે એકાઉન્ટ પણ વિદેશોની બેંકોમાં છે. તયાંના શેરબજારમાં પણ મોટુ રોકાણ કર્યુ છે તે ઉપરાંત જમીન ઘર અને હોટેલ ઈન્ડસ્ટ્રીઝમાં પણ છેલલા ચાર વર્ષમાં સુરતના ઉદ્યોગકારોએે રસ લેતા તેમાં પણ રોકાણ વધ્યુે છે.
વિદેશો સાથે થયલા આર્થિક બાબતોના કરાર અંતર્ગત આ તમામ માહિતીઓ ત્યાંની સરકાર દ્વારા ભારત સરકાર સાથે શેર કરવામાં આવી છે જેમાં સુરત અને દક્ષિણ ગુજરાતના ૩૦૦ લોકોના નામ છે કે જેઓએ વિદેશોમાં રોકાણ કર્યા છે. જે પૈકી બે લોકોએ પોતાના ચાર્ટર્ડ પ્લેન પણ છે આ માહિતીના આધારેે ફોરેન એસેટ ઈન્વેસ્ટીગેશન યુનિટે તપાસ હાથ ધરી છે.