વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી કપડવંજ પોલીસ
(પ્રતિનિધિ)નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ તથા નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ વિભાગ , કપડવંજનાઓએ પ્રોહિબીશનની બદી સંદતર અટકાવવા અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એ.આર.ચૌધરી
તથા સર્વેલન્સ સ્કોડના પોલીસ માણસો અ.હેડકો હેમંતકુમાર દશરથભાઇ બ.નં .૯૩૨ તથા અ.પો.કો રમણભાઇ સવાભાઇ બ , ૭૪૦ તથા આ.પો.કો કિરીટભાઇ ભલાભાઇ બ.નં .૧૨૩ તથા અ.હેડકો ગુણવંતસિહ રાવજીભાઇ બ.નં .૧૦૮૩ તથા આ.પો.કો અતુલભાઇ કનુભાઈ બ.નં .૦૩૭૫ નાઓ સાથે પેટ્રોલીગમાં હતા .
જે દરમ્યાન સાથેના અ.હેડ.કો હેમંતકુમાર દશરથભાઈ બ.નં .૯૩૨ નાઓને મળેલ બાતમી આધારે કપડવંજ મોટા નાગરવાડાથી આરોપી વિરલકુમાર સમુખભાઇ પરીખનાઓને વિદેશી દારૂની બોટલ નંગ -૧ કિ.રૂ .૮૩૭૫ / -તથા બીજા મુદ્દામાલ મળી કુલ કિ.રૂ .૬૩,૩૭૫ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને આરોપીની પુછપરછ
દરમિયાન આ કામના આરોપીએ આતરસુંબા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના જલોયા ગામની નજીક આવેલ ભદ્રેશ ઉર્ફે પીન્ટુ ચીમનભાઇ પટેલ રહે.કરકરીયા તા.કપડવંજના પોલ્ટ્રીફાર્મમાં બીજાે પ્રોહી મુદ્દામાલ રાખેલ હોવાનુ જણાવતા પો.ઇન્સ એ.આર , ચૌધરી તથા કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનનની સર્વેલન્સ ટીમ
તથા આતરસુંબા પોલીસ સ્ટેશનના મોલીસ માણસો સાથે આરોપીને સાથે રાખી આ પોલ્ટ્રીફાર્મ ઉપર રેઇડ કરતા વિદેશી દારૂની બોટલ નંગ -૪૩૬૭ જેની કિ.રૂ .૧૩,૫૮,૭૦૦ / -તથા ક્વાર્ટર નંગ -૨૭૭૨ જેની કિ.રૂ .૩,૯૩,૧૨૦ / – તથા બીયર ટીન નંગ ૨૦૮૮ જેની કિ.રૂ .૨,૦૮,૮૦૦ / – મળી કુલ મુદ્દામાલની કિ.રૂ .૧૯,૬૦,૬૮૦ / -નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ
અને અહેડકો હેમંતકુમાર દશરથભાઇ બ.નં .૯૩૨ નાઓની ફરીયાદ આધારે આતરસુંબા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે . સદર કામગીરી કપડવંજ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફ તથા આતરસુંબા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ આર.ડી.ચૌધરી તથા પોલીસ માણસોની ટીમવર્ક આધારે કરવામા આવેલ છે .