વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો
નડિયાદ,મહુધા પંથકના છલ્લા અમરસિહની મુવાડીમાં દારૂના વેપલા પર પોલીસે દરોડો પાડ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બુટલેગરના ઘરે દરોડો પાડી રૂપિયા ૧.૩૪ લાખનો વિદેશી દારૂ કબજે લીધો છે સાથે એક બુટલેગરની અટકાયત કરવામાં આવી છે. આ દારૂ પ્રકરણમાં દારૂનો જથ્થો પહોંચાડનાર ૩ બુટલેગરોના નામ બહાર આવ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહુધા પોલીસ મથકે પ્રોહીબીશનનો ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસના માણસો ગતરાત્રે મહુધા પંથકમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ઉંદરા તાબેના છલ્લા અમરસિંહની વાડી ખાતે રહેતો અને દારૂનો વેપલો કરતો સંજય મોહનભાઇ પરમાર પોતાના ઘરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે રાત્રે અહીંયા દરોડો પાડી બુટલેગર સંજય પરમારને રંગે હાથે ઝડપી લીધો હતો. પોલીસે તેને સાથે રાખી ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.આ દરમિયાન ઘરમાંથી ભારતીય બનાવટની અલગ-અલગ મળી કુલ બોટલ નંગ ૪૦૮ કિંમત રૂપિયા ૧ લાખ ૩૪ હજાર ૪૦૦નો ઇંગ્લિશ દારૂ કબજે કર્યો છે.
પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી એક મોબાઇલ ફોન તથા રોકડ મળી કુલ રૂપિયા ૧ લાખ ૩૫ હજાર ૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બુટલેગર સંજય પરમારની પૂછપરછમાં આ દારૂનો જથ્થો નડિયાદ તાલુકાના પાલડી ગામે રહેતો વિજય ઉર્ફે પીન્ટુ આજે સિંહ સોઢા પરમાર અને જયદીપભાઈ કાંતિભાઈ પરમાર તેમજ નડિયાદ સિવિલ રોડ પર રહેતા સચિન ઉર્ફે કાળીયો અંબુભાઈ ઠાકોરે પિકઅપ ડાલામા લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આમ પોલીસે આ સમગ્ર દારૂના પ્રકરણમાં કુલ ચાર બૂટલેગરો સામે પ્રોહિબિશનનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.hs3kp