વિદેશી દારૂ ભરેલી ચાર લક્ઝુરિયસ કારમાં ૭ આરોપીઓની ધરપકડ
વડોદરાના કુખ્યાત બુટલેગર ઝુબેર મેમણ ની ધરપકડ.: ગોલ્ડન બ્રિજ નજીક પોલીસે વોચ ગોઠવી વડોદરા તરફ આવી રહેલી ચાર ગાડીઓને રોકતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થા મળી આવ્યા : ૬૭ લાખ ૮૨ હજાર ૭૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ.
ભરૂચ: ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરેલી લક્ઝુરિયસ ૪ ગાડીઓ ગોલ્ડન બ્રિજ માંથી પસાર થવાની છે.બાતમીના આધારે પોલીસે ગાડીઓને રોગ તેમાંથી વિદેશી દારૂના જથ્થાનો મળી આવતા પોલીસે ૬૭ લાખ ૮૨ હજાર ૭૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચી દીધા હતા.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે વડોદરાના કુખ્યાત બુટલેગર ઝુબેર મેમણના છ સાગરીતો સાથે અલગ-અલગ ચાર વૈભવી કાર સાથે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થનાર છે.પોલીસે બાતમીના આધારે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક વહેલી સવારે વોચ ગોઠવી હતી
તે દરમિયાન દમણ તરફ થી વડોદરા તરફ જઈ રહેલી વિદેશી દારૂ ભરેલી ચાર લક્ઝુરિયસ કાર ગોલ્ડન બ્રિજના ભરૂચ તરફના છેડે રોકી તેમાંથી તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિદેશી દારૂ ની બોટલો નંગ ૨૭૩૬ કિંમત રૂપિયા ૧૦.૯૪.૪૦૦ તથા ફોર્ચ્યુનર તેમજ જીપ કંપાસ તથા ટાટા હેરિયર જેવી લક્ઝુરિયસ કારો સાથે કિંમત રૂપિયા ૬૭ લાખ ૮૨ હજાર ૭૦૦ ના મુદ્દામાલ સાથે કુખ્યાત વડોદરાનો બુટલેગર જુબેર મેમણ સહિત છ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા
ધરપકડ કરાયેલા આરોપીઓ. (૧) ઝુબેર સફીભાઈ ગની મુલ્લા મેમણ (રહેવાસી,મોગલવાડા વડોદરા)
(૨) અનવર અભેસિંહ દરબાર (રહેવાસી,જૂની ગલી પાણીગેટ વડોદરા) (૩) ફૈઝલ રફીક મુલતાની (રહેવાસી,સિવિલ કોર્ટ ની પાછળ રંગ ઉપર ની બાજુમાં બારડોલી) (૪) ફિરોજ યાકુબ દિવાન (રહેવાસી,મેમણ કોલોની ૧૨૫ મદીના એપાર્ટમેન્ટ આજવા રોડ વડોદરા) (૫) અલ્તાફ હુસેન યાકુબ દિવાન (રહેવાસી,મદાર મહોલ્લા યાકૂતપુરા વડોદરા) (૬) મૈયુદીન અલ્લારખા શેખ (રહેવાસી,અજબડી મિલ છોટે મસ્ત બાબાકી દરગાહ પાસે યાકૂતપુરા વડોદરા) (૭) નાસીરઅલી અહેમદલી પઠાણ (રહેવાસી,સોમા તળાવ વુડાના મકાન ઘર નંબર ૧૪ બિલ્ડીંગ નંબર ૧૩ વડોદરા)