Western Times News

Gujarati News

વિદેશી દારૂ ભરેલી રીક્ષા ડિવાઈડર સાથે અથડાઈ

પરિમલ ગાર્ડન નજીક પોલીસને જાઈ ભાગવા જતાં  : એલીસબ્રિજ પોલીસે ૫૦થી વધુ બોટલો સાથે ચાલકને ઝડપ્યો : વધુ ત્રણનાં નામ બહાર આવ્યા

અમદાવાદ : એલિસબ્રિજ પોલીસે બાતમીને આધારે પરીમલ ગાર્ડન ચાર રસ્તાથી દારૂ ભરેલી એક રીક્ષા ઝડપી લીધી છે. ઊપરાંત રીક્ષાચાલકની પણ અટક કરવામાં આવી છે.

પોલીસને બાતમી મળી હતી કે એક રીક્ષા વિદેશી દારૂનો જથ્થો ભરીને છડાવાડ પોલીસ ચોકીથી પરીમલ થઈ કલગી ચાર રસ્તા તરફ જવાની છે. જેનાં આધઆરે સોમવારે બપોરે દોઢ વાગ્યે એલિસબ્રિજ પોલીસની પેટ્રોલિંગની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી.  અને બાતમી મુજબની રીક્ષા દેખાતાં જ તેને કોર્ડન કરી તપાસ કરતાં તેમાંથી રીક્ષા ચાલક તારીફ અલ્તાફહુસેન શેખ (ખમાસા)ને ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસને જાઈને તારીફે રીક્ષાની ઝડપી વધારીને ભાગવાનો પ્રયાસ કર્યાે હતો. પરંતુ તેનું બેલેન્સ બગડતાં રીક્ષા ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. જેથી પોલીસે તુરંત જ તારીફની અટક કરી હતી. રીક્ષાની તપાસ કરતાં તેમાંથી ઈંગ્લીશ દારૂની ૫૦ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તેણે અંકિત પટેલ (મેઘાણીનગર)નો સંપર્ક કરતાં આંબાવાડી ખાતે સંજય આબુ નામના માણસે કારમાંથી પોતાને આ જથ્થો ભરી આપ્યો હતો. જે ઈશ્વર મારવાડી નામનાં શખ્સને આપવાનો હતો. તેમ તારીફે જણાવ્યું હતું. જેથી પોલીસે અંકીત, સંજય અને ઈશ્વર મારવાડીની અટક કરવા તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.