Western Times News

Gujarati News

વિદેશી મહિલા સાથે સોશિયલ મિડીયાથી દોસ્તી કરનારા ડૉક્ટર છેતરાયા

પ્રતિકાત્મક

અમદાવાદ, ઓનલાઈન મિત્રતા થયા પછી છેતરાવાના અનેક કિસ્સા બન્યા છે, આવો જ વધુ એક કિસ્સો ગાંધીનગરના ડૉક્ટર સાથે બન્યો છે અને તેમણે છેતરપિંડી કરનારી મહિલા અને તેના સાથી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સોશિયલ મીડિયા દ્વારા ડૉક્ટરની ઓળખાણ એક વિદેશી મહિલા સાથે થઈ હતી, આ પછી બન્ને વચ્ચે વાતચીત વધતી ગઈ, ફોન નંબરની આપલે થઈ અને મહિલાએ ડૉક્ટરને મળવા આવવાની વાત કરીને છેતરી નાખ્યા છે. ડૉક્ટર પ્રશાંત ચૌહાણ સાથે ૮૯,૦૦૦ રૂપિયાની છતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ મામલે માણસા પોલીસે શનિવારે મહિલા તથા તેના સાગરિત સામે ફરિયાદ નોંધીને વધારે તપાસ શરુ કરી છે. ડૉ. પ્રશાંતે પોલીસને જણાવ્યું કે તેમને મહિલા તથા તેમના સાગરિત દ્વારા તેમના ખાતામાં ૫૦,૦૦૦ ડૉલર જમા કરાવવાની ખાતરી આપીને છેતરપિંડી કરી છે.

રણાસણમાં સ્તુતિ ગ્રીન બંગ્લોઝમાં રહેતા ડૉ. પ્રશાંતે જે મહિલા સામે ફરિયાદ નોંધાવી છે તેણે પોતાની ઓળખ જેસિકા થોમ્સન તરીકે આપી હતી અને તેણે ઓગસ્ટ ૨૦૨૦માં ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે જેવી તેમણે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી કે તે બન્નેએ તેમની સાથે છતરપિંડી કરવાનું શરુ કર્યું હતું.

જેસિકાએ ડૉ. પ્રશાંતને જણાવ્યું હતું કે તે સ્કોટલેન્ડથી તેમને મળવા માટે આવી રહી છે. આ પછી તેમણે બન્નેએ એક બીજાના ફોન નંબરોની આપલે કરી હતી. ૧૫ જૂન ૨૦૨૧ના રોજ જેસિકાએ ડૉ. પ્રશાંત ચૌહાણને એક વોટ્‌સએપ મેસેજ કરીને જણાવ્યું હતું કે તે ૨૧ જૂનના રોજ આવી રહી છે, આ સાથે તેણે ફ્લાઈટની ટિકિટનો ફોટો પણ મોકલ્યો હતો.

૨૧ જૂને રાત્રે ૧૨.૧૫ વાગ્યે જેસિકાએ ડૉ. પ્રશાંતને મેસેજ કરીને જણાવ્યું કે તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી ગઈ છે. આ પછી એક મહિલાએ ડૉક્ટરને ફોન કર્યો અને પોતાની ઓળખ કસ્ટમ ઓફિસર તરીકે આપી હતી. તેણે ડૉ. પ્રશાંતને જણાવ્યું કે તેણે જેસિકા થોમ્પસન નામની મહિલાની ૫૦,૦૦૦ ડૉલરના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે અટકાયત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.