વિદેશી મુદ્રા ભંડોળ ૫૬૦.૭૧૫ અરબ ડોલરના રેકોર્ડ સ્તર ઉપર
આ વર્ષે ૩૦ ઓક્ટોબરે સમાપ્ત થતા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડોળમાં ૧૮.૩ કરોડ ડોલરનો વધારો થયો: ભારતીય રિઝર્વ બેંકે આંકડાઓ જાહેર કર્યા |
નવી દિલ્હી, કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત થયેલ ભારતીય અર્થવ્યવસ્થા માટે હવે એક ખુશખબર સામે આવી છે. દેશનું વિદેશી મુદ્રા ભંડાર ૩૦ ઓક્ટોબરે સમાપ્ત અઠવાડિયામાં ૧૮.૩ કરોડ ડોલર વધીને ૫૬૦.૭૧૫ અરબ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. કોરોનાને કારણે ભારતની અર્થવ્યવસ્થાની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ હતી. અને આ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં દેશની જીડીપીમાં લગભગ ૨૪ ટકાનો ઘટાડો આવ્યો હતો. પણ હાલના દિવસોમાં અર્થવ્યવસ્થા માટે અનેક સારી ખબરો સામે આવવા લાગી છે. મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ વધ્યું છે. ઈ-વે બિલમાં સારો વધારો થયો છે અને જીએસટી કલેક્શન પણ વધ્યો છે.
આ વચ્ચે વિદેશી મુદ્રા ભંડાર વધીને રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી જવું પણ એક સારી ખબર છે. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે આ આંકડાઓ જાહેર કર્યા છે. આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ આંકડાઓ મુજબ દેશનો વિદેશી મુદ્રા ભંડાર ૩૦ ઓક્ટોબરે સમાપ્ત સપ્તાહમાં ૧૮.૩ કરોડ ડોલર વધીને ૫૬૦.૭૧૫ અરબ ડોલરના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. તે પહેલાં ૨૩ ઓક્ટોબરે સમાપ્ત અઠવાડિયામાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર ૫.૪૧ અરબ ડોલર વધીને ૫૬૦.૫૩ અરબ ડોલર રહ્યો હતો.
એક અગ્રણી સંસ્થા મુજબ વિદેશી મુદ્રા ભંડાર વધવાનું મહત્વપુર્ણ કારણ ફોરેન કરન્સી એસેટ્સ (એફસીએ)નું વધવું છે. એફસીએ કુલ વિદેશી મુદ્રા ભંડારનો મહત્વપુર્ણ ભાગ હોય છે. રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર આ દરમિયાન એફસીએ ૮૧.૫ કરોડ ડોલર વધીને ૫૧૮.૩૪ અરબ ડોલર થઈ ગયું છે. એફસીએને ડોલરમાં દર્શાવવામાં આવે છે, પણ તેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી મુદ્રાઓ પણ સામેલ હોય છે. આ દરમિયાન દેશનો સ્વર્ણ ભંડાર ૬૦.૧ કરોડ ડોલર ઘટીને ૩૬.૨૬ અરબ ડોલર રહી ગયું છે. દેશને આઈએમએફથી મળેલ સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સથી મળેલ ૬૦ લાખ ડોલર ઘટીને ૧.૪૮૨ અરબ ડોલર રહી ગયું છે. તો આ દરમિયાન દેશનું આઈએમએફની પાસે જમા મુદ્રા ભંડાર ૨.૫ કરોડ ડોલર ઘટીને ૪.૬૪ અરબ ડોલર રહી ગયું છે.SSS