વિદેશી મેડિકલ સાધનો પર આયાત ડ્યુટી વધવાની શકયતા
નવી દિલ્હી:કેન્દ્રિય બજેટને લઇને સામાન્ય લોકો અને અન્ય તમામ સંબંધિતોમાં આશા જાવા મળી રહી છે. મળેલી માહિતી મુજબ આગામી બજેટમાં મોદી સરકાર વિદેશી મેડિકલ સાધન પર આયાત ડ્યુટીમાં વધારો કરી શકે છે. આ વધારો કેટલો રહેશે તે અંગે હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. સરકાર બજેટમાં વિદેશી મેડિકલ સાધનના આયાત પર કસ્ટમ ડ્યુટીને વધારીને મોટી રાહત આપી શકે છે.
સરકારના આ નિર્ણયના કારણે એકબાજુ દર્દીઓને સસ્તામાં સારવાર મળી શકશે. સાથે સાથે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળી શકે છે. એસોસિએશન ઓફ મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીઝના ફોરમના કો-ઓર્ડિનેટર રાજીવ નાથના કહેવા મુજબ વિદેશી સાધન પર ડ્યુટીને વધારીને નવી ઉંચી સપાટી પર મકવામાં આવી શકે છે. આ ડ્યુટી હાલમાં ખુબ ઓછી છે. આવી Âસ્થતીમાં ચીન અને દુનિયાના અન્ય દેશો ડ્યુટી ઓછી હોવાનો લાભ લઇને મોટા પાયે વિદેશી મેડિકલ સાધનોની આયાત કરે છે.