વિદેશી રોકાણને આકર્ષવામાં ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/gujarat.png)
કોરોનાકાળમાં સતત બીજા વર્ષે પણ મારી બાજીઃદેશનાં અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે, ત્યારે આ સમયમાં વિદેશી રોકાણને આકર્ષવામાં ગુજરાત સફળ રહ્યું છે
ગાંધીનગર, કોરોનાકાળમાં કોવિડનું સંક્રમણ, લૉકડાઉન અને આંશિક લૉકડાઉનને કારણેઆ ક્ષેત્રમાં દેશમાં આવેલા કુલ રોકાણમાં એકલા ગુજરાતનો હિસ્સો જ ૭૮% છે. ગુજરાત સહિત દેશનાં અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. ત્યારે આ સમયમાં વિદેશી રોકાણને આકર્ષવામાં ગુજરાત સફળ રહ્યું છે.
ગુજરાત ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ ૨૦૨૦-૨૧માં દેશના કુલ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈમાંથી ૩૭ % એફડીઆઈ મેળવી સતત ચોથા વર્ષે દેશભરના રાજ્યોમાં ટોપ પર રહ્યું છે. આ સાથે કોરોનાકાળમાં સતત બીજા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવામાં દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે.
આ નાણાંકીય વર્ષ દરમ્યાન ગુજરાતમાં મોટાભાગનું વિદેશી રોકાણ કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રમાં ૯૪% ટકા જેટલું આવ્યું છે. આ ક્ષેત્રમાં દેશમાં આવેલા કુલ રોકાણમાં એકલા ગુજરાતનો હિસ્સો જ ૭૮% છે. આ સાથે ૨૦૨૦-૨૧નાં નાંણાકીય વર્ષમાં ૬.૨૦ લાખ કરોડનું વિદેશી મૂડીરોકાણ આવ્યું હતું.
જેમાં ગુજરાત બાદ બીજા ક્રમે ૨૭% સાથે મહારાષ્ટ્ર અને ૧૩% સાથે કર્ણાટક ત્રીજા ક્રમે રહ્યું છે. મૂડીરોકાણ કરનારા દેશોમાં સિંગાપોર ૨૯% અને અમેરિકાથી ૨૩%નું રોકાણ અને મોરેશિયસથી ૯ ટકા રોકાણ ભારતમાં આવ્યું છે. રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ટ્રાન્સપેરેન્ટ પોલીસી તથા વિવિધ ઇન્સેન્ટીવ્સના પરિણામે દેશ વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. યુએસએના રોકાણમાં ૨૨૭ ટકાનો અને યુકેના રોકાણમાં ૪૪ ટકાનો વધારો નોંધાયો છે.
ગત વર્ષની સરખઆમણીએ કોમ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર, રબર ગૂડ્સ, રીટેઇલ ટ્રેડીંગ, ફાર્મા, ઇલેક્ટ્રીકલ ઇક્વીપમેન્ટ ક્ષેત્રે મૂડીરોકાણમાં ૧૦૦%નો વધારો જાેવા મળ્યો છે. ૪૪% સાથે સોફ્ટવેર, હાર્ડવેરનું ક્ષેત્ર રોકાણ માટે ટોપ પર રહ્યું છે. ભારતમાં ૨૦૧૯-૨૦ના વર્ષના ૭૪.૩૯ બિલિયન અમેરીકી ડોલર એફ.ડી.આઇ.ની તુલનાએ ૧૦% વધું ૨૦૨૦-૨૧ દરમ્યાન અત્યાર સુધીનું સૌથી વધુ કુલ ૮૧.૭૨ બિલિયન અમેરિકી ડોલરનું એફડીઆઇ રોકાણ આવ્યું છે.
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે દેશમાં ફોરૈન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને વિવિધ રાજ્યોના તેમાં પ્રદાન અંગેની વિગતો જારી કરતા એક યાદીમાં જણાવ્યું છે કે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)માં અસરકારક નીતિ સુધારણા, રોકાણની સુવિધા તેમજ સરળ વ્યવસાયિક નીતિઓને કારણે તેમજ સરકાર દ્વારા લેવામાં આવેલા અસરકારક પગલાઓના પરિણામે દેશમાં વિદેશી રોકાણમાં વધારો થયો છે. આવા વિવિધ પગલાઓને કારણે ભારત વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદગી બની રહ્યું છે તેમ આ યાદીમાં જણાવાયું છે.