Western Times News

Gujarati News

વિદેશી હુંડિયામણમાં 47 કરોડ ડૉલર્સનો ઘટાડો થયો

નવી દિલ્હી, દેશના વિદેશી હુંડિયામણ ભંડારમાં આશરે 47 કરોડ ડૉલર્સનો ઘટાડો થયો હોવાનું રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું.

27 નવેંબરે જાહેર થયેલા સાપ્તાહિક રિપોર્ટમાં રિઝર્વ બેંકે આ માહિતી આપી હતી. એની પહેલાંના સપ્તાહે એટલે કે 20 નવેંબરે જાહેર થયેલા રિપોર્ટ મુજબ વિદેશી હુંડિયામણ ભંડારમાં  બે અબજ ડૉલર્સનો વધારો થયો હતો અને કુલ ભંડાર 575. 29 અબજ ડૉલર્સનો થયો હતો.

રિઝર્વ બેંકના આંકડા મુજબ એફસીએ 35.2 કરોડ ડૉલર્સ વધીને 533.455 અબજ ડૉલર્સ થઇ હતી. આમ તો એફસીએમાં યુરો પાઉન્ડ યેન વગેરેનો સમાવેશ થતો હોય છે પરંતુ એ ડૉલર્સમાં જ જાહેર થતી રહી છે. પૂરતું વિદેશી હુંડિયામણ દેશના અર્થતંત્ર માટે ખૂબ મહત્ત્વનું હોય છે. ક્યારેક મોટું વિદેશી દેવું ચૂકવવામાં એ ઉપયોગી થઇ પડે છે.

વીતેલા સપ્તાહ દરમિયાન દેશનો સોનાના ભંડારની કિંમત 82.2 કરોડ ડૉલર્સ ઘટીને 35.192 અબજ ડૉલર્સનું થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.