Western Times News

Gujarati News

વિદેશોમાં કમાયેલી આવક પર કોઈ એનઆરઆઈને ભારતમાં ટેક્સ નહીં ભરવો પડે

નવી દિલ્હી, નાણામંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટતા કરી હતી કે વિદેશોમાં કમાયેલી આવક પર કોઈ એનઆરઆઈને ભારતમાં ટેક્સ ભરવો પડશે નહીં. 1 ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટ રજૂ કર્યું હતું. આ સિવાય નાણાં પ્રધાન સીતારામણે વર્ષ 2020-21ના બજેટમાં દરખાસ્ત કરી હતી કે વિદેશોમાં વેરા ભરતા ન હોય તેવા એનઆરઆઈએ હવે ભારતમાં ટેક્સ ભરવો પડશે. નવી સિસ્ટમ મુજબ, જો ભારતીય નાગરિક વિશ્વના કોઈ પણ દેશનો નાગરિક નથી, તો તે ભારતનો રહેવાસી (નાગરિક) માનવામાં આવશે અને તેની વિશ્વવ્યાપી કમાણી પર ભારતમાં ટેક્સ વસૂલવામાં આવશે. હાલમાં, જો કોઈ ભારતીય અથવા ભારતીય મૂળની વ્યક્તિ પ્રવાસી ભારતીયના દરજ્જાને જાળવી રાખીને ભારતમાં રહે છે, તો તેની વૈશ્વિક આવક પર ભારતમાં કોઈ કર જવાબદારી બનતી નથી.

પરંતુ હવે બજેટમાં નાણાંમંત્રીએ પ્રસ્તાવ રાખ્યો છે કે દરેક ભારતીય નાગરિક કે જે તેના નિવાસ અથવા પ્રવાસને કારણે અન્ય દેશમાં કર ચૂકવવાને પાત્ર નથી, તો તેને પ્રવાસી ભારતીય માનવામાં આવશે. હાલમાં, નિયમ એ છે કે જો કોઈ ભારતીય નાગરિક ભારતથી 182 દિવસથી વધુ સમય માટે વિશ્વના બીજા દેશમાં રહે છે, તો તે નોન-રેઝિડેંટ ઈન્ડિયન બને છે. જો કે, નવી પ્રણાલીમાં, જો કોઈ ભારતીય નાગરિકને બિન-નિવાસી સ્થિતિનો લાભ લેવો પડે, તો તેને વર્ષમાં 120 દિવસથી વધુ ભારતમાં રહેવું નહીં પડે. સીતારામણે રજૂ કરેલા બજેટ 2020 માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ભારતીય નાગરિકને એનઆરઆઈ બનવા માટે 240 દિવસ ભારતની બહાર વિશ્વના બીજા દેશમાં રહેવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.