Western Times News

Gujarati News

વિદેશોમાં પણ ખેલૈયાઓ મનમૂકીને ઝુમ્યા

(Watch Video) અમદાવાદ, ગુજરાત અને ગુજરાતની બહાર વિદેશોમાં વસતા નાગરીકોએ પણ નવરાત્રીની (#Navratri2019 celebration) ઉજવણી ધામધૂમથી કરી હતી. ખાસ કરીને શનિવાર અને રવિવારના દિવસે વિદેશોમાં રજા હોવાથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા,  તેમજ કેનેડામાં (USA, Australia, Canada) આ વર્ષે નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.

અમેરિકાના મિસીસી રાજયના કોલંબસ ટાઉનના ગુજરાતી સમાજ દ્વારા ગુજરાતમાં ઉજવવામાં આવતા લગભગ તમામ ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરા જાળવી રાખતાં આ વર્ષે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રવિવારના રોજ નવરાત્રીના આઠમા દિવસે ડી જેના તાલે કોલંબસ તથા આજુબાજુના નગરના ગુજરાતી લોકોએ મનભરીને ગરબાની મઝા માણી હતી. આ ગરબાની ખાસીયત એ હતી કે સમાજની અંદાજીત ૪૦-૪પ મહિલાઓએ એક સરખી જ ચણિયાચોળી પહેરીને તેમના સંપ અને સમન્વયનું પ્રદર્શન કર્યું હતું.


નવરાત્રીના આ આયોજનમાં સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને નવરાત્રીના કાર્યક્રમની નોંધ સ્થાનિક ન્યુઝ ચેનલમાં પણ લેવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.