વિદેશોમાં રહેતા ભારતીયો ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવે છે
અમદાવાદ, સમગ્ર ભારતભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. ધંધા નોકરી અર્થે વિદેશમાં ગયેલા ભારતીયો તહેવારોની ઉજવણી પારકા દેશમાં પણ ધામધૂમથી કરે છે. ગણેશ મહોત્સવની ઉજવણી અમેરિકા, લંડન, કેનેડા તથા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં રહેતા ગુજરાતીઓ પણ ધામધૂમથી કરે છે.
સામાજિક રીતે કુટુંબમાં જે સંસ્કારોનું સીંચન કરવામાં આવે તેને બાળકો વિદેશમાં પણ નિભાવે જે ધ્યાને લેવામા આવે છે. અમદાવાદની દિકરી કૃતિકા ચિટણીસ (અમદાવાદ) પર્થ, ઑસ્ટ્રેલિયામા વસે છે, તેમને ત્યાં પણ ગણપતિ ઉત્સવનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું. આસપાસમાં રહેતા ગુજરાતી પરિવારો ગણેશ ઉત્સવ દરમ્યાન આરતી તેમજ દર્શનનો લાભ લેવા અહીં આવે છે.