વિદેશ જવાના નામે પતિએ પત્ની સાથે છેતરપીંડી કરી
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેનાં સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ મેટ્રીમોનિયલ સાઇટ ઉપરથી એક યુવક સાથે સંપર્ક કર્યો હતો અને બાદમાં બંનેના પરિવારજનોએ એકબીજાને મળી લગ્ન કરાવ્યા હતા. તે સમયે યુવકે અમેરિકા જવાનું હોવાનું કહીને કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં યુવતી દુબઇ જતી રહી હતી અને તેના પતિ પાસે અમેરિકાના વર્ક પરમીટના વીઝા ન હોવાનું ધ્યાને આવતા પતિની પૂછપરછ કરી હતી. જેથી પતિ આવેશમાં આવી જતો હતો.
જાેકે બાદમાં કેનેડા જવાની લાલચ આપીને પતિએ આ યુવતીને પરત ભારત બોલાવી લીધી હતી. જાેકે, કેનેડા જવા માટેના ડોક્યુમેન્ટ ખોટા હોવાનું જાણતા યુવતીએ પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની શંકા વ્યક્ત કરી હતી. જાેકે શરૂઆતમાં કોર્ટ મેરેજ કર્યા બાદ વિદેશ જવાનું કહીને ધામધૂમથી લગ્ન કરવા માટે થઈને પણ યુવતીના પતિએ ડિમાન્ડ કરી હતી. દુબઈમાં નોકરી કરીને રહેતી યુવતીનું કરિયર બગાડનાર પતિ સહિતના સાસરીયાઓ સામે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય યુવતી દુબઈ ખાતેથી માર્કેટિંગ ફિલ્ડમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી ચૂકી છે. વર્ષ ૨૦૧૯માં આ યુવતી દુબઈ હતી
તે દરમિયાન શાદી ડોટ કોમ નામની મેટ્રિમોનિયલ સાઈટ ઉપર એક યુવક સાથે પરિચય થયો હતો. આ યુવતીએ અને યુવકે એકબીજાના બાયોડેટા વાંચીને વાતચીત ચાલુ કરી હતી. આ દરમિયાન યુવક પોતે અમેરિકા રહેતો હોવાનું જણાવ્યું હતું અને એપ્રિલ ૨૦૧૯માં આ યુવક પંદર દિવસ માટે અમદાવાદ ઘોડાસર ખાતે તેના ઘરે આવ્યો હતો. આ યુવક યુવતીના માતા-પિતાને મળવા માટે ગયો હતો અને ત્યાં બંને પરિવારને યુવક-યુવતી પસંદગી આવ્યા હોવાની વાત કરી હતી. બાદમાં વર્ષ ૨૦૧૯માં આશ્રમ રોડ પર આવેલી એક હોટલમાં બંનેની સગાઇ કરવામાં આવી હતી અને ત્રણ ચાર દિવસ પછી યુવકના પરિવારજનો આ યુવતીના ઘરે લગ્નનું પ્રપોઝલ લઈને આવ્યા હતા. યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, યુવકને ૨૦-૨૨ દિવસની રજા છે અને હવે અઠવાડિયાની રજા બચી હોવાથી યુવતી સાથે કોર્ટ મેરેજ કરાવી લઈએ નહીં તો તે અમેરિકા જશે તો ચારેક વર્ષ પછી ભારત પાછો આવશે. જેથી બંને પરિવારજનોએ લગ્ન કરાવી દીધા હતા.