વિદેશ જવા માટે ખોટું બોલતા જેક્લિનને EDએ પકડી પાડી

મુંબઇ, બૉલીવૂડ એક્ટ્રેસ જેક્લિન ફ્રર્નાંડિસની મુશ્કેલીઓ ઘટવાનું નામ જ નથી લઇ રહી. મહાઠગ સુકેશ ચંદ્રશેખરની સાથેના અભિનેત્રીના સંબંધોની માહિતી બહાર આવ્યા પછી અભિનેત્રી ED ના રડારમાં છે.
અભિનેત્રીએ થોડા સમય પહેલાં વિદેશ જવા માટે દિલ્હીની પટિયાલા હાઉસમાં મદદ માગી હતી, જેને લઇને આજે કોર્ટચમં સુનાવણી હતી પણ આજે પણ જેક્લિનને રાહત મળી નથી. એક્ટ્રેસે કોર્ટમાં જે અરજી કરી હતી તેને પાછી ખેંચી લીધી છે.
જેકલીન ફર્નાન્ડિસે 12 મેના રોજ અબુ ધાબીમાં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સમાં હાજરી આપવા માટે વિદેશ જવાની પરવાનગી માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. જેકલીન અબુ ધાબીમાં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સમાં ભાગ લેવા માંગતી હતી, ત્યારબાદ તેણે પટિયાલા હાઉસ કોર્ટ પાસે UAE, ફ્રાન્સ અને નેપાળ જવાની પરવાનગી માંગી.
આજે કોર્ટમાં સુનાવણી દરમિયાન તેની તરફેણમાં ઘણી ખામીઓ જોવા મળી હતી, જેના કારણે જેકલીનના વકીલે તેની અરજી પાછી ખેંચી લીધી હતી. ED એ જેક્લિનનું જુઠ પકડી લીધુ હતુ, કારણ કે જેક્લિન જે કારણથી નેપાલ દબંગ ટૂર પર જવા માંગતી હતી તે ટૂરનો અભિનેત્રી ભાગ જ નહોતી.
મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના કનેક્શનનો ખુલાસો થયા બાદ ED દ્વારા જેકલીનની ઘણી વખત પૂછપરછ કરી હતી. ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી કરતા, EDએ ગયા મહિને જેકલીનની ભેટો અને મિલકતો જપ્ત કરી હતી, આ બધી ગિફ્ટસ સુકેશે જેક્લિનને આપી હતી, આ ભેટોની કિંમત રૂ. 7 કરોડ હોવાનું કહેવાય છે.
સુકેશ હાલમાં તિહાડની જેલમાં બંધ છે. તિહાડ જેલમાં પતિને જામીન અપાવવાના નામે એક મહિલાને 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.