વિદેશ જવા માતાએ પુત્રનો ખોટો નેગેટિવ રિપોર્ટ આપ્યો
અમદાવાદ, વિદેશ જવા માટે ગમે તે હદે જનારા કિસ્સાઓ આપણે ઘણા સાંભળ્યા છે. પરંતુ હવે લોકો બીજાના જીવ પણ જાેખમમાં મૂકવા લાગ્યા છે. કોરોનાકાળમાં વિદેશમાં જવા માંગતા લોકો હવે બીજાના આરોગ્ય સાથે ચેડા કરતા જાેવા મળી રહ્યાં છે. બાળકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવા છતા માતા તેને લઈને એરપોર્ટ પહોંચી હતી.
આખરે તેમની પોલ ખૂલી હતી. અમદાવાદના કાંકરિયાના ડાહ્યાભાઈ પાર્ક સોસાયટીમાં એક પરિવાર રહે છે. જેમાં એક માતા અને સાત વર્ષના દીકરાને લંડન જવાનુ હતું. તેથી ૫ સપ્ટેમ્બરના રોજ ૭ વર્ષના દીકરાનો આરસીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. તેના બાદ ૬ તારીખે બાળકનો બીજીવાર ટેસ્ટ કરાયો હતો, જે નેગેટિવ આવ્યો હતો.
જેથી બાળકનો જીવ જાેખમમાં મૂકીને માતા તેને લઈને ૭ તારીખે એરપોર્ટ પહોંચી હતી. પંરતુ તેમની પોલ ખૂલી ગઈ હતી. એએમસીની ટીમે એરપોર્ટ પર બંનેને ટ્રેસ કરી લીધા હતા. આખરે બંનેને હોમ ક્વોરેન્ટાઈન કરવાની ફરજ પડી હતી. અમદાવાદ મ્યુનિસિપલની આરોગ્ય વિભાગની ટીમને બાળકનો રિપોર્ટ પોઝિટિવ હોવાની માહિતી ૬ તારીખે મળી હતી.
જેથી તેઓ આ મામલે સતત વોચમાં હતા. બીજા દિવસે સવારે ૧૦ કલાકે આરોગ્ય વિભાગની ટીમ બાળકના ઘરે પહોંચી તે પહેલા માતા-બાળકને લઈ એરપોર્ટ માટે રવાના થઈ ગયા હતા. જેથી આરોગ્ય વિભાગની ટીમે એરપોર્ટ પર જ બંનેને ઝડપી પાડ્યા હતા. બાળકનો પ્રથમ આરટી-પીસીઆર ટેસ્ટ ૫ તારીખે બપોરે ૪.૩૦ કલાકે થયો હતો જે પોઝિટિવ આવ્યો હતો જ્યારે બીજા દિવસે સવારે ૧૦.૧૫ કલાકે બીજાે ટેસ્ટ કરાવ્યો તે નેગેટિવ આવ્યો હતો.
૧૮ કલાકમાં જ રિપોર્ટ બદલાઈ ગયો તે બાબતે યુનિપેથ લેબના ડૉ. નિરજ અરોરાને પુછતા તેમણે જણાવ્યું કે, બાળકના પ્રથમ રિપોર્ટમાં સિટી વેલ્યુ ૩૦ હતી જે લો લેવલ કહેવાય. આવી સ્થિતિમાં જાે બીજી વખત રિપોર્ટ કરવામાં આવે તો તેનું પરિણામ બદલાઈ શકે છે.SSS