Western Times News

Gujarati News

વિદેશ ભણવાના સ્વપ્ના દેખાડતો પેટલાદનો મહાઠગ ઝડપાયો

આણંદ નજીકના વિદ્યાનગરમાં સ્ટુ઼ડન્ટ વિઝા અને વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાનાં બહાને છથી વધુ યુવાનો સાથે ૩૪.૨૨ લાખની છેતરપીંડી કરાઈ હતી.

(એજન્સી) આણંદ, આણંદનાં વલ્લભ વિદ્યાનગરમાં યોર ડ્રીમ્સ કન્સલટન્સીની ઓફિસ ખોલી વિદેશમાં અભ્યાસ કરવા માટે સ્ટુ઼ડન્ટ વિઝા અને વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાનાં બહાને છથી વધુ યુવાનો સાથે ૩૪.૨૨ લાખની છેતરપીંડી કરાઈ હતી.

જેના બાદ ઓફિસને તાળુ મારી ફરાર થઈ ગયેલા ઠગને વલ્લભવિદ્યાનગર પોલીસે મુંબઈથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. યુવાધનમાં વિદેશ જવાની ઘેલછા ખૂબજ વધતી જાય છે.

ત્યારે પેટલાદ તાલુકાનાં ઈસરામાં ગામનાં અમિત જશભાઈ પટેલે વલ્લભવિદ્યા નગરમાં ભાઈકાકા સ્ટેચ્યુ પાસે આવેલી વી સ્કવેર કોમ્પલેક્ષમાં ત્રીજા માળે યોર ડ્રીમ્સ કંન્સલટન્સીનાં નામે ઓફિસ ખોલી હતી અને સ્ટુડન્ટ વિઝા અપાવવાની જાહેરાતો કરી હતી. સુરતની મહિલાએ પોતાનાં પુત્રને લંડનમાં અભ્યાસ કરવા માટે સ્ટુડન્ટ વિઝા મેળવવા અમિત પટેલનો સંપર્ક સાધ્યો હતો.

જેથી અમિત પટેલે મહિલા પાસેથી ૯.૯૬ લાખની રકમ લીધા હતી. તેના બાદ યુકેની યુનિવર્સિટીમાં પ્રવેશ માટેનાં બોગસ એડમિશન પત્રો, યુનિવર્સીટીમાં ભરેલી ફીની બોગસ પાવતીઓ આપી હતી. પરંતુ ત્યારબાદ મહિલાનાં પુત્રને સ્ટુડન્ટ વિઝા નહી અપાવતા મહિલાએ અમિત પટેલ પાસે રૂપિયા પરત આપવાની માંગ કરી હતી.

જેના બાદ અમિત પટેલ પોતાની ઓફિસને તાળુ મારી પલાયન થઈ ગયો હતો. જેથી મહિલાએ વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા અમિત પટેલે માત્ર સુરતની મહિલા સાથે જ નહિ, પરંતું અન્ય પાંચ વિદ્યાર્થીઓને પણ વિદેશમાં અભ્યાસ કરવા માટે સ્ટુડન્ટ વિઝા અપાવવાની લાલચ આપી ચુનો ચોપડયો હોવાનું ખૂલતા પોલીસ ચોંકી ઉઠી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.