વિદેશ ભણવા જવા બેંક, નોન-બેન્કિંગ ફાઈનાન્સ અને ફીન્ટેક કંપનીઓ પાસેથી લોન લઈ શકાય?
ગયા વર્ષે જે વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીમાં ભણવા માટે જવાના હતા તેમાંથી ઘણાની યોજના કોરોના મહામારીને કારણે ખોરવાઈ ગઈ હતી. પણ હવે પરિસ્થિતિમાં સુધારો થતો જાેવા મળે છે. અમેરિકાએ તાજેતરમાં ભારતના વિદ્યાર્થીઓ માટે પપ,૦૦૦ વિઝા જારી કર્યા છે જે એક વિક્રમ છે.
ઈંક્રેડ ફાઈનાન્સ નામની કંપનીના શિક્ષણ અને એસએમઈ લેન્ડિંગ ખાતાના વડા સૌરભ જાલરીયા કહે છે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આવા વિદ્યાર્થીઓ માટે વ્યસ્ત મહિના છે. આ જ સમય છે જયારે તેઓ લોન મેળવવાની કોશિશ કરે છે.
વિદેશમાં ભણવા જવા માટે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે બેંક, નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપની અને ફીન્ટેક કંપનીઓ પાસેથી લોન લઈ શકે. આમા વિકલ્પો તો ઘણા છે પણ લોન મેળવવી બહુ આસાન નથી. પૈસાબજારના ડિરેકટર સાહિલ અરોરા કહે છે કે મહામારીને કારણે આર્થિક પ્રક્રિયાઓ ખોરવાઈ ગઈ અને તેને લીધે બેંકો અને એનબીએફસી કંપનીઓ લોનની અરજીની ચકાસણીની પ્રક્રિયામાં વધુ સાવધ બન્યા છે.
અન્ય બાબતોમાં પણ કેટલાક પડકારો જાેવા મળે છે. બેંકબજારના ચીફ એકિઝકયુટિવ ઓફિસર અધિલ શેટ્ટીનું કહેવું છે કે બેંકો અને અન્ય ધિરાણદારો બધા જ કોર્સ માટે લોન આપતા નથી. મોટાભાગની બેંકો સામાન્ય રીતે લાંબાગાળાના નોકરીલક્ષી વ્યવસાયિક અને ટેકનિકલ કોર્સ માટે અંડર ગ્રેજયુએટ અને પોસ્ટ ગ્રેજયુએટ સ્તરના શિક્ષણ માટે લોન આપે છે અને તે પણ મોટા નામ ધરાવતી યુનિવર્સિટીઓ માટે જ.
એરોનોટિકલ, પાઈલટ ટ્રેનિંગ અને શિપિંગના ડિપ્લોમાં કોર્સ માટે પણ લોન મળે છે, પણ તેમાં એવી શરત છે કે ભારતની કે વિદેશની નિયામક સંસ્થાઓએ તેને મંજુરી આપી હોવી જાેઈએ. સાવ અલગ જાતના કોર્સ કરવા હોય કે પછી મંજૂરી પ્રાપ્ત યાદીની બહારની યુનિવર્સિટી હોય તો કદાચ તમને લોન ન પણ મળે.
મોટાભાગની બેંકો રૂ.૭.પ લાખથી વધારેની લોન માટે સિકયોરિટીનો આગ્રહ રાખે છે. લોનની રકમ પૂરતી પ્રોપર્ટી કે રોકાણ તમારી પાસે ન હોય તો તેઓ લોન મંજૂર નહી કરે. કેટલાક ધિરાણદારો પાંચથી માંડીને ર૦ ટકા સુધીનો માર્જિન રાખે છે અને આખી રકમ મંજૂર કરતા નથી. આનો અર્થ એવો કે રોજિંદા ખર્ચ, મુસાફરી, પુસ્તકો કે લેપટોપ ખરીદવાનો ખર્ચ વગેરે તમારે પોતે જ કાઢવો પડે.
બેંકો ઃ સૌથી ઓછો વ્યાજ દર ઃ બેંકો અને ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકો શિક્ષણ માટે લોન આપવામાં મોખરે છે. એન્ડ્રોઈડ એન્ડ આનાપૈસાના ચીફ એકિઝકયુટિવ ઓફિસર વી સ્વામીનાથન કહે છે કે બેંકોને નાણાં સસ્તા ખર્ચે મળી રહેતા હોવાથી તેઓ ઓછા વ્યાજ દરે લોન આપી શકે છે.
શિક્ષણ માટે જે લોન લીધી હોય તેના પર ભરેલું વ્યાજ આવકવેરાની કલમ ૮૦ઈ હેઠળ કરમુકત છે અને તેના પર કોઈ ટોચમર્યાદા નથી. લોનની રકમની ચુકવણી ચાલુ થાય તે પછી આઠ વર્ષમાં આખી લોન ભરપાઈ કરવાની રહે છે.
સિક્કાની બીજી બાજુ એવી છે કે બેંકો જે લોન આપે તેની રકમ ઓછી રહે છે. જાેકે કયારેક દોઢ કરોડ રૂપિયા જેટલી લોન પણ આપેલી છે. ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકો લોન મંજુર કરવામાં સમય પણ વધારે લે છે તેમ છતાં સ્વામીનાથન કહે છે કે બેંક તમારો પહેલો વિકલ્પ હોવો જાેઈએ. તમે જે બેંક સાથે સંબંધ ધરાવતા હો ત્યાં જ લોન મેળવવા માટે સૌથી પ્રથમ પ્રયાસ કરવો જાેઈએ એમ તેમનું કહેવું છે.
એનબીએફસીઃ ઝડપી મંજૂરી
ડિપોઝિટ ન લેનારી જાહેવાર જનતા પાસેથી એનબીએફસી સામાન્ય રીતે બેન્કો પાસેથી પૈસા ધિરાણ પર લે છે એટલે તમે જાે એમની પાસેથી શિક્ષણ માટે લોન લો તો તમારે વધુ ઉંચો વ્યાજ દર આપવો પડે. સ્વામિનાથન જણાવે છે કે એનબીએફસી કંપનીઓ લોન મંજુર કરવામાં ઝડપી હોય છે અને ગણતરીના દિવસોમાં જ તમને લોન મળી જાય.
તેમની શરતો પણ વ્યાજબી હોય છે અને તેમાં ફેરફાર પણ થઈ શકે. અનેક જાતની સેવા પણ તેઓ આપે છે. એનબીએફસી વધુ ફલેક્સિબલ હોય છે અને વ્યક્તિગત ધોરણે ચુકવણીની વ્યવસ્થા કરી આપે છે. એનબીએફસી પાસેથી લીધેલી લોન પણ ઉપર જણાવેલા કર લાભો માટે લાયક ગણાય.
પરંતુ એનબીએફસી પાસેથી મેળવેલી શિક્ષણ લોન વધુ મોંઘી પડે કારણ કે સામાન્ય રીતે તેમનો વ્યાજ દર ૧૧ થી ૧૩ ટકા સુધીનો હોય છે. ક્યારેક તે ૧પ ટકા સુધી પણ જઈ શકે. એટલે જરૂરી છે કે અરજી કરતા પહેલાં તમારે લોનની બધી શરતો, કોલેટરલની જરૂરિયાત વગેરે બાબતો જાણી લેવી જાેઈએ. સામાન્ય રીતે જાેઈએ તો વિદ્યાર્થીને એડમિશન મળ્યુ હોય તે પછી જ બેંકો ધિરાણ મજુર કરે છે પણ કેટલીક એનબીએફસી કંપની એવી પણ છે જે પહેલા પણ લોન મંજુર કરી આપે. માત્ર તમે યુનિવર્સિટીઓમાં અરજી કરી હોવી જાેઈએ.
ફિનટેક ઃ ઝડપી, ઓનલાઈન પ્રક્રિયા ઃ જે વિદ્યાર્થીઓ બેંક કે એનબીએફસી પાસેથી લોન મેળવવામાં સફળ ન થયા હોય તેઓ ફિનટેકનો વિચાર કરી શકે. આ કંપનીઓ ટેકનોલોજી આધારિત હોય છે અને અરજીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રહેશે.
તેમની શરતો પણ ફલેકિસબલ હોય છે પણ આવી કંપનીઓ વ્યાજદર વધારે વસૂલે છે કારણ કે તેમનો નાણાં મેળવવાનો ખર્ચ પણ વધુ હોય છે. સામાન્ય રીતે તેમનો વ્યાજ દર ૧ર થી ૧૬ ટકા જેવો રહે છે જેમને લોન મેળવવાની ઉતાવળ હોય તેઓ આ વિકલ્પ અજમાવી શકે એમ સ્વામીનાથન કહે છે જેમનો ક્રેડિટ રેકોર્ડ બહુ સારો ન હોય તેઓ પણ ફિનટેક પાસે લોન મેળવી શકે.