વિદ્યાનગરની શાળામાં વૃક્ષારોપણ
શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગરની આઈ બી પટેલ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના મેદાનમાં વિવિધ પ્રજાતિના ૪૩ર જેટલા છોડ રોપવામાં આવ્યા હતા. આ છોડ જાપાનીઝ બોટનીસ્ટ અકીરા મીયાવાકીએ સુચવેલ પદ્ધતિ અનુસાર રોપવામાં આવ્યા છે.
અમદાવાદના કવિ હેત ફાઉન્ડેશનના સહિયોગથી યોજાયેલ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કાંચનાર, બોરસલી, લીંમડો, ગરમાળો, સરગવો, સીતાફળ, જાંબુ, નગોડ, આસોપાલવ, ચંપો, કરેણ વગેરે પારીજાતના છોડ રોપવામાં આવ્યા હતા.