Western Times News

Gujarati News

વિદ્યાર્થિની પર સામુહિક બળાત્કાર ગુજારી વીડિયો વાયરલ કર્યો

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં યુવતિઓ પર દુષ્કર્મની ઘટનાને લઈ ભારે ઉહાપોહ મચેલો છે કેન્દ્ર સરકારે આવા કેસોમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સુચનાઓ આપેલી છે આ દરમિયાનમાં અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં ધો.૧૦માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ઉપર બે યુવકોએ સામુહિક બળાત્કાર ગુજારી તેનો વિડિયો વાયરલ કરી નાંખતા સનસનાટી મચી ગઈ છે.

આ અંગેની વિગત એવી છે કે શાળાએ ભણવા જતી વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવતી હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી પોલીસતંત્ર દ્વારા યુવતિઓને પરેશાન કરતા રોમિયોને ઝડપી લેવા માટે ખાસ ટીમની રચના કરી છે અને શાળાએ જતી વિદ્યાર્થીનીઓને પરેશાન કરતા આવા તત્વોને ઝડપી લેવામાં આવી રહયા છે તેમ છતાં કેટલાક શખ્સો માસુમ બાળાઓને ફસાવી તેનુ શારીરિક શોષણ કરતા હોય છે.

આખરે આવી સગીરાઓનું જીવન દુઃખમય બની જતું હોય છે કેટલાક કિસ્સાઓમાં સમાજમાં બદનામીની બીકથી સગીરાઓ અંતિમ પગલુ પણ ભરી લેતી હોય છે. દેશમાં તાજેતરમાં જ ઉન્નાવ રેપ કેસ સહિતની ઘટનાઓથી ભારે ઉહાપોહ મચેલો છે જાકે આવી ઘટનાઓમાં રાજય સરકારો દ્વારા તાત્કાલિક સુનાવણી થાય તે માટે ખાસ કોર્ટોની રચના કરવામાં આવી રહી છે.

આ પરિસ્થિતિ  વચ્ચે અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતી અને ધો.૧૦માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની તેની નજીક જ રહેતા એક યુવક સાથે સંપર્કમાં આવી હતી.

બંને વચ્ચે અવારનવાર વાતચીત પણ થતી હતી અને બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. પાડોશી યુવકની આ સગીરા પર બદદાનત હતી જેના પરિણામે તે સગીરાને બહાર બોલાવતો હતો આ દરમિયાનમાં આ યુવકે ધો.૧૦ની વિદ્યાર્થીનીને બે વખત અજાણ્યા સ્થળે લઈ જઈ તેના ઉપર તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો પરંતુ સમાજમાં સમગ્ર પરિવારની બદનામી ન થાય તે માટે આ સગીરા ચુપ રહી હતી.

હવસખોર આ યુવકના કરતુતોથી વિદ્યાર્થિની માનસિક રીતે ત્રસ્ત બની ગઈ હતી આ દરમિયાનમાં સગીરાના પિતાની તબીયત લથડતા અને તેમના આકÂસ્મક મોતથી સમગ્ર પરિવાર વ્યથિત બની ગયો હતો. જાકે તે પહેલા આરોપી પાડોશી યુવક આ સગીરા તા.૧૪.૮ ના રોજ સવારે ૬.૪પ વાગે ઘરેથી સ્કુલે જવા નીકળી ત્યારે સૈજપુર ગરનાળા પાસે આંતરી હતી.

તેને બળજબરીપૂર્વક એક્ટિપવામાં બેસાડી તેના મિત્રના ઘરે શાહીબાગ સિવિલ હોસ્પિટલમાં  પાછળ આવેલા એક ફલેટમાં લઈ ગયો હતો. ફલેટમા નીચે આ સગીરાએ ઉપર આવવાની ના પાડતાં તેને ધમકીઓ આપી હતી અને તેને બળજબરીપૂર્વક ઉપર લઈ ગયો હતો. પાડોશી યુવકે મિત્રના ફલેટમાં આ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેના મિત્રએ પણ આ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.

બંને યુવકોએ સામુહિક બળાત્કાર ગુજારતા યુવતિ ખૂબ જ વ્યથિત બની ગઈ હતી અને ત્યારબાદ બંને યુવકોની ચુંગલમાંથી છુટી રીક્ષામાં બેસી ઘરે આવી ગઈ હતી. પરંતુ સામુહિક બળાત્કાર ગુજારનાર બંને શખ્સો અવારનવાર આ કિશોરીને ધમકી આપી તેનો વિડીયો વાયરલ કરી દેવાની ચીમકી આપતા હતા અને આ ઉપરાંત હત્યા કરવાની પણ ધમકી આપવામાં આવતી હતી જેના પરિણામે સગીરા ખૂબ જ ગભરાઈ ગઈ હતી.

આ દરમિયાનમાં પિતાનું અવસાન થતાં સગીરા અને તેનો પરિવાર બહારગામ ગયો હતો અને બહારગામથી પરત ફરતા જ આ સગીરાના મોટાભાઈના ફોનમાં એક વીડિયો આવ્યો હતો તે વીડિયો જાઈ તે ચોંકી ઉઠયો હતો આ બિભત્સ વીડિયો તેની જ નાની બહેનનો હતો જેના પરિણામે માતા અને મોટાભાઈએ આ અંગે પુછતા સગીરા રડવા લાગી હતી અને સમગ્ર હકીકત જણાવતા તેઓ ચોંકી ઉઠયા હતા.

આખરે માતા અને ભાઈએ આ સગીરાને લઈ મેઘાણીનગર પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને ત્યાં શાહીબાગ સિવિલ હોસ્પિટલની  પાછળ રહેતો શખ્સ અને તેમની બાજુમાં રહેતા યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.