Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓએ બનાવ્યા ઓક્સીઝન પ્લાન્ટ, લંગ ફંક્સન, કચરાના નિકાલના પ્રોજેક્ટ

શાંતિ એશિયાટિક સ્કૂલ વસ્ત્રાલ દ્વારા પ્રભાત – વિજ્ઞાન ફેર નું આયોજન

અમદાવાદ, સમગ્ર અમદાવાદ જયારે કોરોનની ત્રીજી લહેર સામે લડી રહ્યું છે. ત્યારે આ લહેર બાળકોથી લઈને વૃદ્ધો માટે ચિંતાજનક છે તેવું કહેવામાં આવે છે તે સમયે  બાળકોનો સર્વાંગી વિકાસ કરનાર સ્કૂલ દ્વારા આ વાયરસ સમક્ષ કેવી રીતે લડી શકાય અને આનાથી બચવાના શુ ઉપાયો છે તે પ્રેકટીકલ પ્રોજેક્ટ દ્વારા દર્શાવામાં આવ્યું હતું.

આ એક્સહિબિશન માં વિજ્ઞાન અને ટેક્નોલોજી ઉપર આશરે ૮૦થી વધારે પ્રોજેક્ટસ વિદ્યાર્થીઓ દ્વારા બનાવામાં આવ્યા હતા.  બનાવેલ દરેક પ્રોજેક્ટસ માં વિદ્યાર્થીઓ દ્વારા કરેલ ઊંડાણ રિસર્ચ પણ વિદ્યાર્થીઓ દ્વારા દર્શાવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી સુચિત્રા દ્વારા જણાવામાં આવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીના ઘડતર માટે તેની સ્કૂલ સૌથી મહત્વનો ફાળો ભજવતી હોય છે. વિવિધ કાર્યક્રમો અને પ્રવૃતિઓ દ્વારા તેમના સર્વાંગી વિકાસનો પ્રયત્ન સ્કૂલ તરફથી અમે  કરતા રહીયે છીએ.

તે સમયે તેઓને કોરોનની ત્રીજી લહેર દરમ્યાન શુ કાળજી લેવી અને પોતાના ફેમિલી મેમ્બર તેમજ તેઓને આ કપરા સમયમાં શુ દયાન રાખવું વિજ્ઞાનની મદદથી સમજવામાં આવ્યું હતું

અને દરેક વિદ્યાર્થીઓ તેના ઉપર ખુબજ સરસ પ્રોજેક્ટસ બનાવ્યા હતા. આ સાથે પ્રોજેક્ટમાં ઓક્સીઝન પ્લાન્ટ, લંગ ફંક્સન, સોલાર પ્રોજેક્ટસ વર્ક, કચરાના નિકાલના વિવિધ ઉપાયો તેમજ પાણીની શુદ્ધતા અને તેના વપરાશ વિશે દર્શાવામાં આવ્યું હતું.

સ્કૂલના ડાયરેક્ટર શ્રી સુશીલ શાહ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીઓ ના પ્રયત્નો જોઈને મને એવું લાગ્યું કે ખરેખર આવનારી જનરેશન દરેક પરિસ્થિતિને ખુબજ સુંદર રીતે પાર પડી શકશે.

આ એક્ઝિબિશન  ટેક્નોલોજી ની સાથેને વિજ્ઞાન અને તેના સફળતા દર્શાવનારું છે. હમારી સ્કૂલ દ્વારા કરવામાં આવેલ આ પ્રયત્ન ચોક્કસ તેમના જીવનમાં અને કારકિર્દીમાં મદદરૂપ બની રહેશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.