Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓને ઘરે બેઠાં જ ચેનલો દ્વારા શિક્ષણ

પ્રતિકાત્મક

અમદાવાદ: વિશ્વભરમાં જીવલેણ કોરોના વાયરસને લઇ હાહાકાર મચી રહ્યો છે. ત્યારે હજુ સુધી ગુજરાતમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી તે ઘણી રાહતની વાત છે પરંતુ રાજય સરકાર અને સમગ્ર તંત્ર દ્વારા કોરોના વાયરસની અસર રાજયમાં ત્રાટકે નહી તે માટે અગમચેતીના ભાગરૂપે જુદા જુદા આરોગ્ય વિષયક અને મહત્વના નિર્ણય લેવાઇ રહ્યા છે. જેમાં ગુજરાતભરની શાળાઓ ૨૯ માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં એ હેતુસર એક નિર્ણય કર્યો છે.

જા કે, વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહી અને અભ્યાસમાં ગેપ ના પડે તે હેતુથી સરકારે રાજ્યના વિદ્યાર્થીઓને પ્રાદેશિક ટીવી ચેનલ્સના માધ્યમથી અભ્યાસ કરાવવાનો મહ્‌ત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ, રાજ્યભરમાં, ધોરણ-૭ થી ૯ અને ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પુનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી પ્રાદેશિક ચેનલ્સના માધ્યમથી કરાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના અભ્યાસ હિતનો દેશભરમાં પ્રથમ નવતર પહેલરૂપ વિદ્યાર્થીલક્ષી નિર્ણય કર્યો છે.

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને આ વાયરસથી સંક્રમિત થતા બચાવવા તકેદારી રૂપે રાજ્યની શાળા-કોલેજો બંધ હોવાથી શાળાના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે વિજય રૂપાણીએ એક અભિનવ પ્રયોગ દ્વારા દેશમાં શાળા-શિક્ષણ પ્રાદેશિક ચેનલ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા પુરૂં પાડવાનો સંવેદનસ્પર્શી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને પ્રેરણા માર્ગદર્શનથી ગુજરાત સમગ્ર દેશમાં આ પ્રકારની પહેલ કરનારૂં પ્રથમ રાજ્ય બન્યું છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યની શાળાઓના ધોરણ ૭ થી ૯ અને ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી પ્રાદેશિક ટી.વી ચેનલ્સ દ્વારા કરાવાશે. વિદ્યાર્થીઓ પ્રવર્તમાન પરિસ્થિતીમાં ઘેર બેઠા સુરક્ષિત રહી ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન – અભ્યાસ કરી શકશે. આવતીકાલ ગુરૂવાર તા. ૧૯ માર્ચથી ર૮ માર્ચ સુધી દરરોજ આ પ્રકારે ૧-૧ કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે.

તદ્દઅનુસાર ધોરણ-૭ થી ૯ માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે તેમજ ધોરણ-૧૧માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાંત શિક્ષકો કરાવશે. મુખ્યમંત્રીના આ નિર્ણય મુજબ ધોરણ-૭ ના ક્રમશઃ વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન – શિક્ષણ ન્યૂઝ-૧૮ ગુજરાતી ચેનલ પરથી બપોરે ૧ર થી ૧, મંતવ્ય ચેનલ પરથી બપોરે ૩ થી ૪ અને જીટીપીએલ ચેનલ પરથી બપોરે ૧૧-૩૦ થી ૧ર-૩૦. ધોરણ-૮ના ક્રમશઃ વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન – શિક્ષણ વી-ટીવી પરથી બપોરે ર થી ૩, ઝી-ર૪ કલાક પરથી બપોરે ૧૧ થી ૧ર અને વી-આર લાઇવ પરથી સાંજે ૫ થી ૬. ધોરણ-૯ના ક્રમશઃ વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન – શિક્ષણ એપીબી અસ્મિતા પરથી બપોરે ર થી ૩, જીએસટીવી પરથી સાંજે ૪ થી પ અને નિર્માણ ન્યૂઝ પરથી સાંજે પ થી ૬ દરમિયાન અપાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.