વિદ્યાર્થીઓને ભણાવાશે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ
અમદાવાદ, ગુજરાતની શાળાઓમાં હવે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. ગુજરાત સરતારે નવી શિક્ષણ નીતિ હેઠળ આ ર્નિણયની જાહેરાત કરી છે. તમામ શાળાઓમાં ધોરણ ૬થી ધોરણ ૧૨ના ક્લાસમાં ગીતાના પાઠ ભણાવવામાં આવશે.
વિદ્યાર્થીઓને ગીતાના સિદ્ઘાંતો અને મૂલ્યોનો અભ્યાસ કરાવવામાં આવશે. નવી શિક્ષણ નીતિ હેઠળ ગીતાનો અભ્યાસ ફરજિયાત કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આ ર્નિણયની જાહેરાત કરવામાં આવી છે. હવે રાજ્યમાં સ્કૂલના બાળકો પણ પણ ગીતાના શ્લોકોનો પાઠ કરશે.
રાજ્ય સરકારે ભલામણ કરતાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાનો રહેશે. જે પૈકી પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ ૬થી ૧૨માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ઠ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે. ધોરણ ૬થી ૮માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્ય પુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે.
આ ઉપરાંત ધોરણ ૯થી ૧૨માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના પઠન-પાઠનનો પ્રાર્થના કાર્યક્રમમાં સમાવેશ કરાવવામાં આવે.
શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત શ્લોકગાન, શ્લોકપૂર્તિ, વકૃત્વ, નિબંધ, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવે અને ધોરણ ૬થી ૧૨ માટેનું સદર સાહિત/ અધ્યયન સામગ્રી (પ્રિન્ટેડ, ઓડિયો-વિઝ્યુઅલ વગેરે) આપવામાં આવે તેવી ભલામણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.SSS